Nawanagar Time
ગુજરાત જામનગર

શાળા-કોલેજો નજીક ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ

restriction-to-open-election-office-near-school-and-colleges

લોકસભા ચૂંટણી અંતર્ગત જામનગરમાં જૂદા-જૂદા જાહેરનામા અમલી

જામનગર:-લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના અનુસંધાને જામનગરની શાળા-કોલેજો, હોસ્પિટલો તથા ધાર્મિક સ્થળોની આજુબાજુ ચૂંટણી કાર્યાલયો ખોલવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઇપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ચુંટણી કાર્યાલય ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓને અને શ્રદ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફીકની ગેરવ્યવસ્થા થવાની તથા જાહેર સુલેહ શાંતી અને કાયદો વ્યવસ્થા ઉપર વિપરીત અસર પડવાની શકયતા રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી જામનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્વ સરવૈયાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 ની કલમ-144 તળે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જામનગર જિલ્લાની સમગ્ર હદ વિસ્તારમાં આ સાથેના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

તેમજ આ ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચુંટણી અધિકારી-મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીમાં જશે એ માટે ચુંટણીપંચની સુચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચુંટણી અધિકારી-મદદનીશ ચુંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ સંજોગોમાં 3 કરતા વધુ વાહનો રાખવા હંકારવાની મંજુરી મળવાપાત્ર નથી. તેમ જામનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્વ સરવૈયા દ્વારા એક જાહેરનામા દ્વારા જણાવાયું છે. તે માટે છટાદાર ભાષણ આપવા, ચાળા પાડવા અથવા નકલ કરવી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અથવા જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સબંધિત મતદાર વિભાગના નિર્વાચન અધિકારી અથવા તેના દ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચી અથવા નિતીનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજયની સલામતી જોખમાતી હોય, પ્રતિબંધ ફરમાવ્યો છે આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

આ ઉપરાંત લોકસભા સામાન્ય ચુંટણી-2019 સંદર્ભે ભારતના નિર્વાચન આયોગ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચાર સંહિતા મુજબ કોઈ રાજકીયપક્ષો અથવા ઉમેદવાર પોતાના કાર્યકરને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસ ચોંટાડવા, સુત્રો વગેરે લખવા માટે મકાન માલિકની પરવાનગી વિના જમીન, મકાન, કમ્પાઉન્ડ, દિવાલ વગેરેનો ઉપયોગ કરવા દેશે નહિ અને જાહેર મિલ્કત ઉપર આવુ કૃત્ય કરશે નહિ તેવી નીતિ નક્કી કરવામાં આવેલ છે.  આ આચાર સંહિતાના પાલન માટે ઉકત નિર્દિષ્ટ કાર્યો કરવા પર જામનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્વ સરવૈયા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.

Related posts

વડાપ્રધાનના હસ્તે 9મી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ

Nawanagar Time

ફી પ્રશ્ર્ને જિલ્લા શિક્ષણાધિકારીને આડે હાથ લેતાં વાલીગીરી જનઆંદોલનના પ્રણેતા

Nawanagar Time

વડોદરા દુષ્કર્મ કેસમાં બે આરોપી રાજસ્થાનથી ઝડપાયા

Nawanagar Time

Leave a Comment