Nawanagar Time
દ્વારકા

ચૂંટણી સંદર્ભે સભા-સરઘસો અંગે પરવાનગી માટે અધિકારો સોંપાયા

દ્વારકા જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા. 28 મી ફેબ્રુઆરીના રોજ થનારા મતદાન અંગેની જાહેરાત તા. 23ના રોજ કરાઈ છે. ત્યારથી આચાર સંહિતા અમલમાં આવી છે. જેથી ચુંટણી દરમ્યાન જિલ્લાના મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાન પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે છે.

માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઇ ગુનાની તપાસમાં રોકાયેલા હોય, અગર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલ હોય તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચુંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ એક આદેશ કરી, માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સરઘસ કાઢવા, સભા ભરવાની પરવાનગી આપવાના અધિકારો (ચુંટણી પ્રક્રિયા પુર્ણ થવા સુધી) સભા સરઘસના નિયમોના નિયમ 1 અને 8 હેઠળ નીચેના અધિકારીઓને આપી છે. દ્વારકાના એક થી વધુ તાલુકા વિસ્તારમાં ફકત સરઘસ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને અધિકાર આપેલ છે.

ખંભાળિયા અને ભાણવડ તાલુકા પ્રાંત વિસ્તારમાં ફકત સરઘસ માટે તેમજ કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પ્રાંત વિસ્તારમાં ફકત સરઘસ માટે ખંભાળિયાના પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટને, ખંભાળિયા તાલુકા માટે સ્થાનિક મામલતદારને, ભાણવડ તાલુકા વિસ્તાર માટે ભાણવડના મામલતદારને, કલ્યાણપુર તથા દ્વારકા તાલુકા માટે પણ સ્થાનિક મામલતદારને આધિકારો આપવામાં આવ્યા છે.સભા-સરઘસની પરવાનગી ભારતના ચુંટણીપંચના વખતો વખતની સુચના, આદેશ અને નિયત થયેલા આચાર સંહિતા લક્ષમાં લઇ આપવાની રહેશે તેમ પણ વધુમાં જણાવાયું છે.

Related posts

જામખંભાળિયાની ઘી નદી ચિક્કાર ભરાઈ જતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

Nawanagar Time

જનતા કફર્યુમાં દેવભૂમિ જિલ્લો સ્વયંભૂ જોડાશે

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં એક વર્ષમાં 66.98 લાખની ગ્રાન્ટ ફાળવાઈ

Nawanagar Time