Nawanagar Time
ગુજરાત જામનગર

વીજ થાંભલા ઉપર ખડકાયેલા હૉર્ડિંગ્સથી જીવનું જોખમ

risk-of-life-from-the-hoarding-on-the-light-of-the-electric-pole

પરિવાર સાથે પસાર થયેલાં સજ્જન ઉપર હૉર્ડિંગ્સ પડતાં નિંભર મહાપાલિકાને ફરિયાદ: પોલીસ-કલેકટરને પણ જાણ કરાઈ

જામનગર:-જામનગર શહેરના મુખ્ય રાજમાર્ગો પર સેન્ટ્રલ વીજ પૉલમાં એસ્ટેટ વિભાગની  જાહેરાત કંપનીઓ બેલગામ બની મન પડે ત્યાં હૉર્ડિંગ્સ ખડકી દેતી હોય, આવા હૉર્ડિંગ્સ શહેરીજનો માટે જીવનું જોખમ બન્યા છે. તાજેતરમાં એક સજ્જન પોતાના મોટર સાઈકલ પર પસાર થતાં હતાં ત્યારે આવું હૉર્ડિંગ્સ માથે પડતાં માંડ-માંડ જીવ બચ્યો હોવાનું જણાવી આ મામલે મહાપાલિકાના નિંભર તંત્રને લેખિત ફરિયાદ કરી છે. સાથે-સાથે  કલેકટર અને જિલ્લા પોલીસ વડાને પણ જાણ કરવામાં આવી છે. હાલમાં લાલપુર બાયપાસથી લઈ સાત રસ્તા, સાત રસ્તાથી ગુલાબનગર, સમર્પણ, ખોડિયાર કોલોની સહિતના માર્ગો હૉર્ડિંગ્સ ધારકોએ ખરીદી લીધાં હોય, તેવી સ્થિતિ સર્જાઈ છે.

મળતી વિગતો મુજબ તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે નિકળેલા એરફોર્સના હવાલદાર બબલુ યાદવ માટે થાંભલા પર  જાહેરતા હોર્ડિંગ્સ મહાબુસિબત સાબિત થયું હતું. તેઓ ગત તા.24-3ના રોજ પોતાના પરિવાર સાથે એમ્યુઝમેન્ટ પાર્કથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે એક સ્ટ્રીટ લાઇટ પર લગાવેલું હોર્ડિંગ્સ તેમના આઠ વર્ષના બાળકના માથા પર આવીને પડયો હતો. જેનાથી તેને ગંભીર ઇજા થઇ હતી. આંખ ફુટતા સહેજમાં બચી હતી. જામનગરના માર્ગો પર  લાઇટમાં લટકાવેલા જાહેર ખબરોના હોર્ડિંગ્સ હટાવવા મામલે રજૂઆતો થઇ છે. પરંતુ આ મામલે હજૂ સુધી યોગ્ય પગલાં લેવાયા નથી. બબલુ યાદવની જેમ જામનગરના કોઇપણ વ્યકિતના પરીવાર પર આ હોર્ડિંગ્સ જીવનું જોખમ ઉભુ કરી શકે તેમ છે. જો કે માત્ર ‘વહિવટ’માં રચ્યા-પચ્યા રહેતાં જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ આ હોર્ડિંગ્સ હટાવવા મામલે  આડા કાન કરી રહ્યાં છે.

પાલિકાના અધિકારીઓને રસ્તા ઉપર વીજથાંભલામાં લગાવી દીધેલા હોર્ડિંગ્સ દેખાતાં નહીં હોય ? કે પછી તેઓની મીઠી નજર હેઠળ જ નાગરિકો માટે જોખમી હોર્ડિંગ્સ લગાવવાની પ્રવૃતિ ખીલી રહી છે. આ મામલે વીજ કંપની દ્વારા પણ હજૂ સુધી કોઇપણ જાતના પગલાં લેવાયા નથી. વીજથાંભલાઓ પર લગાવાયેલા  અંગે વીજતંત્ર અજાણ્યું હોય તે વાત અશક્ય છે.  એરફોર્સની સેવા કરતાં અધિકારીનો પરિવાર જોખમી હોર્ડિંગથી માંડમાંડ બચી શકયો હતો. પરંતુ આવા સદભાગ્ય દરેક નાગરિકના ન હોય શકે. જાહેર માર્ગો પર મોત સમાન હોર્ડિંગ્સ ગમે ત્યારે કોઇના માથા પર અથડાઇને ગંભીર ઇજા પહોંચાડી શકે તેવી દહેશત છે. આ મામલે મહાનગર  કરાયેલી રજૂઆતમાં હવાલદાર બબલુ યાદવે જણાવ્યું છે કે અમે માત્ર જ દેશની સેવા નથી કરતાં, અમારે દેશની અંદરની મૂશ્કેલીઓનો નિકાલ કરવાનો હોય છે. કોઇપણ ટેન્ડર વગર ઓળખાણ લગાવી કે પૈસા ખવડાવી હોર્ડિંગ્સ લગાવવાના કામ કોની પરવાનગીથી જાય છે તે મોટો પ્રશ્ર્ન છે. અમને અપેક્ષા છે કે આ મામલે ગંભીરતાથી  લેવાશે નહીંતર અમારે પોતે મેદાનમાં આવી શહેરની મુશ્કેલીઓને નિવારવા પ્રયાસ કરવો પડશે.

Related posts

નકલી અંગૂઠાથી ગરીબોનું અનાજ હડપ કરવાનું કૌભાંડ: ધ્રોલના બે વેપારી ઝપટે

Nawanagar Time

જામનગર જિલ્લાની તમામ અદાલતમાં 14 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન

Nawanagar Time

સામાન્ય અકસ્માત મુદ્દે બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ, મહિલાની હત્યાનો પ્રયત્ન-સાત વ્યક્તિ ઈજાગ્રસ્ત

Nawanagar Time

Leave a Comment