Nawanagar Time
ગુજરાત જામનગર

રહેણાંક વિસ્તારમાં પ્રદૂષણ ઓકતી બ્રાસની ભઠ્ઠીઓ બંધ કરાવવા હાઇકોર્ટમાં રીટ

rit-in-the-high-court-to-close-the-vacuum-brick-kilns-of-pollution-in-the-residential-area

જામનગર જી.આઇ.ડી.સી. નજીક ગોકુલનગરમાં રહેણાંક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન બની જતાં રહેવાસીઓએ કાનૂની જંગ માંડ્યો

જામનગર:-જામનગર શહેરની ઓળખ એવા બ્રાસપાર્ટ ઉદ્યોગમાં ગળાકાંપ હરીફાઇ વચ્ચે હવે ઔદ્યોગીક વિસ્તારની બહાર રહેણાંક વિસ્તારોમાં  બ્રાસની ભઠ્ઠીઓ ધમધમવા લાગતાં સ્થાનીક લોકો પ્રદૂષણથી તોબા પોકારી ઉઠ્યા છે. બ્રાસ ભઠ્ઠીના પ્રદૂષણ રોકવા સ્થાનિક તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં અંતે ગોકુલનગરના રહેવાસીઓ દ્વારા હાઇકોર્ટમાં રીટ કરાતાં આ મામલે આગામી તા. 5 એપ્રીલના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

જાણવા મળતી વિગત મુજબ, જામનગરના  ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ મુકતા એસ્ટેટ ગોકુલનગરમાં આવેલ રેસિડેન્ટ ઝોનનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી ઝોન તરીકે ભઠ્ઠી કારખાના સ્થાપિત કરી દેવામાં  આવ્યા હોય તેમાં બહાર થી આયાત કરાયેલા પિત્તળના ભંગારને ગરમ કરીને રિસાયકલિંગ કરાતો હોવાથી અનેક પ્રકાર માનવ જીવનના સ્વાસ્થને હાનિ પહોંચે તેવા ધુમાડાના ગોટા ઉત્પન્ન થાઈ છે અને નજીકના વિસ્તારોમાં તે  માંથી ઉત્પન્ન થતું વેસ્ટ પાણી પણ જમીનમાં ભળતું હોવાથી તે પાણી ખરાબ રાસાયણિક કેમિકલ યુક્ત હોવાથી નજીકના વિસ્તારમાં પાણીને પીવામાં તેમજ પ્રાણીઓ અને ઝાડને અતિશય નુકસાનકારક સાબિત થયુ છે.

વધુમાં જી.પી.સી.બી. દ્વારા તે વિસ્તારોમાં દરેક કારખાના ધારકોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે દરેક શેડ ધારકોએ એક માસમાં ઇન્ડસ્ટ્રી બંધ  લેખિત બાંહેધરી આપવામાં આવેલ કારણ કે આજુબાજુમાં વસતા લોકો પોલ્યુશનનો ભોગ બનતા અને ગંદુ પાણી પીવું પડતું હોય અને આજુબાજુ માં ઉભેલ વૃક્ષોને પણ નુક્સાન થતું હતું. પરંતુ જી.પી.સી.બી.ની નોટિસનો પણ ઉલાળિયો કરી રાજકારણ હાવી થઈ જતાં અને એક વર્ષથી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાથી સામાજિક  કલ્પેશ આશાણીએ ગુજરાત હાઈકોર્ટેમાં  પી.આઇ.એલ. દાખલ કરવામાં આવેલ છે જે WPPIL 46/2019 થી દાખલ કરવામાં આવી છે. કલ્પેશ આશાણી તરફે વકીલ અલકાબેન બી. વાણિયા રોકાયા છે આ કેસની સુનાવણી તારીખ 28-02-2019 ના રોજ રાખવામાં આવી હતી. જે ACJ અનંત એસ દવે અને હોનરેબલ જુસ્ટિસ બીરેન વૈષ્ણવ ની ચીફ કોર્ટમાં  જતા

  1. ગુજરાત સરકાર, સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગાંધીનગર
  2. કલેક્ટર , જામનગર
  3. કમિશ્નર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
  4. ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ, ગાંધીનગર
  5. ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ, જામનગર
  6. અધિક્ષક ઈજનેર, પી.જી.વી.સી.એલ જામનગર ને નોટિસ ઈસ્યુ કરી છે આગામી તારીખ 05/04/2019 ના રોજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કેસમાં રેસિડન્ટ ઝોન માંથી ઈન્ડસ્ટ્રીઝ ઝોન ક્યારે થયો ? દસ્તાવેજ માં રેસિડેન્સનો ઉલ્લેખ છે? ક્યાં કાયદા મુજબ કારખાના ના લાઇસન્સ ઇસ્યુ કરાયા ? કોણે કર્યા ? વીજપુરવઠો ક્યાં આધારે આપ્યો ? સહિતની તમામ બાબતો અંગે જવાબ માંગી ન્યાય તંત્ર દ્વારા જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાં આવશે તેમજ હયાત ઈન્ડસ્ટ્રીઝના પ્રદુષણ  યોગ્ય ન્યાય મળશે તેવી આશા પીટીશન કરતાંએ વ્યકત કરી હતી.

Related posts

દ્વારકાથી ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતાં પૂનમબેન માડમ

Nawanagar Time

સ્ટેમ્પ વેન્ડર્સની દાદાગીરીથી પ્રજા પરેશાન, સમયસર કામ ન થતા સિસ્ટમ સામે સવાલ

Nawanagar Time

કોરોનાની કપરી પરીક્ષાની ક્ષણોમાંથી મીડિયા ઉત્તીર્ણ થયું: કૌશિક મહેતા

Nawanagar Time

Leave a Comment