Nawanagar Time
ગુજરાત જામનગર

કોર્ટને બદલે ક્રિકેટના મેદાનમાં ખેલાયો જંગ

rivalry-in-the-cricket-field-instead-of-court

જામનગર:-જામનગરમાં વકીલ મંડળ દ્વારા આયોજીત સ્વ. મણીલાલ અનડકટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રવિવારના ધન્વંતરી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. જેમાં વકીલો અને જર્જઓની કુલ 15 ટીમોએ ભાગ લઇ  પર રનોના વરસાદ સર્જાયા હતાં અને આ ક્રિકેટ મેચ જોવા શહેરીજનો ઉપસ્થિત રહયા હતાં અને ચોગ્ગા અને છગ્ગા સાથે તાળીઓના ગગડાટથી મેદાન ગુંજી ઉઠયું હતું.

જામનગર બાર એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ.મણીલાલ લીલાધર અનડકટની સ્મૃતિમાં એ.પી.એલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન ધન્વંતરી ગ્રાઉન્ડમાં રવિવારના કરવામાં આવ્યું હતું  વકીલ અને જર્જની 15 ટીમોએ ભાગ લઇ ચોગા અને છગ્ગાના વરસાદ સર્જાયા હતાં. જેમાં વકીલની એ.ડી.ડી. ઇલેવન ચેમ્પીયન રહી હતી. સવારથી સાંજ સુધી રસપ્રદ મેચ ચાલ્યા હતો અને મોટી સંખ્યામાં વકીલો અને જર્જ સહિત શહેરીજનોએ મેચનો લાભ લીધો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા બાર કાઉન્સીલ એાફ ગુજરાત સભ્ય જામનગરના વકીલ  મનોજભાઇ અનડકટ, પ્રમુખ ભરતભાઇ સુવા, ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલ, સેક્રેટરી મનોજ ઝવેરી, જોઇન્ટ સેક્રેટરી જાગૃતિબેન, લાયબ્રેરી સેક્રેટરી મિલન કનખરા તથા રાજેશ મણીલાલ અનડકટ, અસરફ અલી ધોરી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સામાન્ય રીતે કોર્ટમાં વકીલો ન્યાયાધીશો સામે દલીલ કરતા હોય છે. જ્યારે આ ટુર્નામેન્ટમાં ન્યાયાધીશો અને વકીલોએ સામસામે બોલીંગ અને  કરી હતી.

Related posts

જામનગરમાં ‘બખોલ’ જેવા ટ્યુશન કલાસીસ રિયાલિટી ચેકમાં ‘નાપાસ’

Nawanagar Time

જામનગરમાં કોરોના વાયરસના પ્રભાવમાં ઘટાડા વચ્ચે ત્રણ મોત

Nawanagar Time

ધ્રોલના ભૂચરમોરીના યુદ્ધ મેદાનમાં મહિલાઓએ તલવાર રાસ રમીને રેકોર્ડ બનાવ્યો

Nawanagar Time

Leave a Comment