Nawanagar Time
ગુજરાત

સિક્કામાં રોડ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના પાપે વૃદ્ધાને ગંભીર ઇજા

road-contactor-coins-casual-elderly-seriously-injured-old-people

સિકકા:-સિકકા નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા બનાવાયેલા આર.સી.સી. રોડના ખોદાણ  ન આવતાં વૃદ્ધ મહિલાને કોન્ટ્રાકટરની બેદરકારીથી ગંભીર ઇજાઓ પહોંચતા આ મામલે ચીફ ઓફિસરને ફરિયાદ કરવામાં આવી છે.  જાણવા મળતી વિગત મુજબ સિકકાના નાઝ સિનેમા રોડ ઉપર છેલ્લા દોઢ-બે મહિનાથી નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ગોકળ ગાયની ગતિએ આર.સી.સી. રોડ બનાવવાનું કામ કરી રહ્યા હોય અને આ કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવી ઠેક-ઠેકાણે  રાખવા ઉપરાંત જયાં ત્યાં રેતી, કોંક્રીટના ઢગલા કરવામાં આવતાં મરીયમબેન મુસાભાઇ સુંભણીયા કોન્ટ્રાકટરની લાપરવાહીથી પડી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ મામલે અગાઉ સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. આમ છતાં કોન્ટ્રાકટર દ્વારા લાપરવાહીથી છોડવામાં ન આવતાં વૃદ્ધાને સહન કરવાનો વારો આવ્યો છે. વધુમાં  હાલમાં જે રોડનું  ચાલુ હોય તે એકદમ નબળું અને હલકી ગુણવત્તાવાળુ બનાવવામાં આવેલ છે અને વારંવાર આ રોડ બિસ્માર હાલતમાં હોય છે અને વારંવાર આ રોડને તોડી નાખવામાં આવે છે ત્યારબાદ રસ્તા ઉપર મોટા મોટા પથ્થરો પણ જેમતેમ પડી રહ્યા હોય છે જેના કારણે વારંવાર ભૂતકાળમાં અકસ્માતો થયેલ હોય છે તેમની રજૂઆતોને  આંખ આડા કાન કરી ને બેસી જાય છે. સિક્કા ગામના વૃદ્ધ મહિલા મરીયમબેન નુ પણ એક મોટા પથ્થર ઉપર પગ આવતા એક ભયંકર અકસ્માત સર્જાયો વૃદ્ધ મહિલાને આ અકસ્માતના કારણે નાકમાં ફેક્ચર થયેલ હોય અને હાથમાં પણ ફેક્ટર થયેલ હોય તેમજ માથાના ભાગે ફુટ થતાં ઘણુ બધુ લોહી પણ  જેમને જાણ પોતાના પુત્ર ને થતા મરીયમ બેનને તાત્કાલિક જી જી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયેલ ત્યાં તેમના પુત્ર કાસમભાઇ મુસાભાઇ સુંભણીયા એ તેમની માતા નું એમ એલ સી કરાવી તંત્ર સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી.

road-contactor-coins-casual-elderly-seriously-injured-old-people
road-contactor-coins-casual-elderly-seriously-injured-old-people
road-contactor-coins-casual-elderly-seriously-injured-old-people
road-contactor-coins-casual-elderly-seriously-injured-old-people

Related posts

રાજ્યની તમામ 26 બેઠકો ઉપર વરસી પડતાં મતદારો

Nawanagar Time

જામનગરમાં કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ બનશે: રેડક્રોસ સોસાયટી

Nawanagar Time

ઉજાલામાં અંધારૂં: 36 ગામના ખેડૂતોને ઉજાલા બલ્બના ચાર્જ ધાબડી દેવાયા

Nawanagar Time

Leave a Comment