Nawanagar Time
સ્પોર્ટસ

રોહિત,તારા કરતા સારો બેટધર મળી ગયો છે

rohit-got-a-better-bat-than-you

IPL-12 શરૂ થયા પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સે પોતાના જ કેપ્ટન રોહિત શર્માને ટ્રોલ કર્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાની જ ટીમનાં કેપ્ટનને મજાક ઉડાવતી એક પોસ્ટ કરી છે. આમાં લખવામાં આવ્યું છે કે તેમને કોઇ એવો ક્રિકેટર મળી ગયો છે જે રોહિત શર્મા કરતા સારો છે. મુંબઈ ઇન્ડિયન્સનાં એક આધિકારિક ટ્વિટર અકાઉન્ટ પરથી એક છોકરાની તસવીર પોસ્ટ કરવામાં આવી છે. તેનું નામ અભિનવ સિંહ છે. તેણે હાલમાં 265 રનની ધમાકેદાર ઇનિંગ રમી છે.

જણાવી દઇએ કે વનડેમાં ત્રણ વખત બેવડી સદી ફટકારનાર રોહિત શર્માની મજાક કરવા માટે આ કહેવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે રોહિત શર્માએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ વખત (2013, 2015, 2017) બેવડી સદી ફટકારી છે. આ દરમિયાન પોતાની 264 રનની ઇનિંગમાં રોહિત શર્માએ 33 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઇન્ડિયન્સે 3 વખત આઇપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. દરેક વખતની જેમ આ વખતે પણ મુંબઈ ઇન્ડિયન્સનાં ફેન્સને રોહિત શર્મા પાસેથી સારા પ્રદર્શનની આશા છે. મુંબઈ ઇન્ડિયન્સે ટ્વિટમાં લખ્યું કે, ‘રોહિત શર્મા અમને એવું કોઇક મળી ગયું છે જે તમારા 264 રનની ઇનિંગ કરતા સારું રમ્યું. રિઝવી સ્પ્રિંગફીલ્ડનાં અભિનવ સિંહે મુંબઈ ઇન્ટર ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 265 રનની ઇનિંગ રમી છે.’ ખબરો પ્રમાણે તેણે આ રન અંડર-14 ટૂર્નામેન્ટમાં 150 બોલમાં બનાવ્યા છે.

Related posts

…તો, આગામી આઇપીએલની ફાઇનલ અમદાવાદમાં રમાશે

Nawanagar Time

વિરાટ દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર

Nawanagar Time

પંજાબને પછાડી ગુજરાત બન્યું બિગ બાઉટ ચેમ્પિયન

Nawanagar Time

Leave a Comment