Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં છત કડડડભૂસ..

rooftops-roam-in-jamnagar

દિગ્વીજય પ્લોટની ઘટના: ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ત્વરિત બચાવ કામગીરી કરી દંપતિને હેમખેમ બહાર કાઢયું

જામનગર:-જામનગર દિગ્વીજય પ્લોટ ખાતે આવેલા એક મકાનની છત તુટી પડતા વૃદ્ધ દંપતિ ફસાઇ ગયુ  જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફસાઇ ગયેલા દંપતિને સફળતાથી બહાર કાઢવામાં આવ્યું છે.

બનાવની વિગતો મુજબ જામનગરમાં આવેલા 49 દિગ્વીજય પ્લોટ ખાતે એક મકાનની છત એકાએક તુટી પડી હતી પરિણામે મકાનની અંદર રહેલા કિશોરકુમાર નાનકરામ કેવલરામ (ઉ.વ.61) તથા કવિતાબેન  (ઉ.વ.58) ફસાઇ ગયા હતાં. આ મકાનની છત તુટી પડતા આસપાસના રહેવાસીઓ ઘટના સ્થળે  ઉમટી પડયા હતા અને અફડાતફડી મચી જવા પામી હતી.

આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલીક પહોંચી ગયો હતો અને મકાનની અંદર ફસાયેલા કિશોરકુમાર

અને કવિતાબેનને હેમખેમ બહાર કાઢવા  કવાયત શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના કાફલાએ દંપતિને અંદરથી હેમખેમ ઉગારી લીધુ હતું.

વધુ મળતી વિગતો મુજબ આજે સવારે બનેલી ઘટનાના કારણે દિગ્વીજય પ્લોટના રહેવાસીઓમાં અફડાતફડી મચી જવા પામી છે. આજે વહેલી સવારે મકાનની છત તુટી પડતા બુમાબુમ થઇ હતી. અને અંદર ફસાયેલા એક દંપતિને બહાર કાઢવા માટે ફાયર  બોલાવવામાં આવ્યું હતું. લાંબી કવાયત બાદ દંપતિને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.

rooftops-roam-in-jamnagar
rooftops-roam-in-jamnagar
rooftops-roam-in-jamnagar
rooftops-roam-in-jamnagar

rooftops-roam-in-jamnagar
rooftops-roam-in-jamnagar
rooftops-roam-in-jamnagar
rooftops-roam-in-jamnagar
rooftops-roam-in-jamnagar
rooftops-roam-in-jamnagar

Related posts

હાપામાં માલગાડીના વેગનો અને એન્જિનોનું મેન્ટેનન્સ વર્ક પૂરજોશમાં

Nawanagar Time

લૉકડાઉનમાં 100 બૉટલ રકત એકત્રિત કરતાં જામનગરના નગરસેવક

Nawanagar Time

જામનગરમાં કોરોનારૂપી યમરાજ ચારને ભરખી ગયો: ટોટલ મોતનો આંકડો 907

Nawanagar Time

Leave a Comment