Nawanagar Time
ગુજરાત જામનગર

ભાદરા પાટિયાથી માળિયા સુધી રોડનો રૂા.28 કરોડનો ખર્ચ ‘ફેલ’

rs-28-crores-expenditure-on-road-from-bhadra-platia-to-road

રોડ બનાવવાના કામમાં લોટ પાણી‘ને લાકડાની ઉઠતી ફરિયાદો છતાં તંત્ર નિષ્ક્રિય

જામનગર:-માર્ગોના કામ નબળા થવા કે ગેરંટી પિરીયડ છતાં તુરંત રીપેર ન  લોકોની હાલાકી કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ દૂર ન થવી તે કંઇ નવી બાબત નથી આવા અસંખ્ય દ્રષ્ટાંતો તૈયાર જ હોય છે ત્યારે ભાદરા પાટીયાથી માળીયા સુધીના રોડનો રૂા.28 કરોડનો ખર્ચ જાણે ફેલ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ભાદરા પાટિયાથી માળિયા સુધીના રોડનું કામ ર8 કરોડના ખર્ચે થયું  છતાં આ કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ  મામલે રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર નિષ્ક્રિય જણાઈ રહ્યું છે.

ભાદરા પાટીયાથી માળીયા સુધીના માર્ગનું બે સ્ટેજમાં અનુક્રમે ચાર કીમી અને 16 કિ.મી. મળી 20 કિ.મી.ના રોડનું કામ 2013માં રૂા.11 કરોડના ખર્ચે થયું હતું જ્યારે 2015  ફરીથી 17 કરોડના ખર્ચે કામ થયુ આમ ત્રણ વર્ષના ગાળામાં 28 કરોડનો ખર્ચ થયો હોવા છતાં રોડની હાલત સુધરી નહીં. આ 20 કિ.મી.ના રોડના કામ ડામર થી થયા છે છતાં હાલ ખરાબ થઇ ગયો છે તે મુદ્દો વારંવાર જિલ્લાકક્ષાની મીટીંગમાં ઉઠે છે. તેવી જ રીતે જે કામ છ વર્ષ  ચાર વર્ષ પહેલા થઇ ગયા છે તેની વિગતો તાજેતરની મીટીંગોમાં માંગવામાં આવી હતી અને તંત્ર દ્વારા આંકડાકીય વિગતો આપવામાં આવી હતી પરંતુ તેની ગુણવતા અંગે ખાસ કંઇ આત્મવિશ્ર્વાસથી જણાવાયું ન હતું.

માત્ર કાગળ ઉપર રોડ-રિપેરિંગના કામ

માર્ગ-મકાન સ્ટેટ અને માર્ગ-મકાન પંચાયત બંને વિભાગો કાર્યરત છે ત્યારે રાજકીય અને જાહેર  અમુક નિષ્ણાંતો જેઓ દાયકાઓથી કહેવાતા વિકાસ કામો ઉપર ચાંપતી નજર રાખતા હોય તે માટે ચીતરાતા કાગળો, પત્રકો, ઠરાવો, મંજુર થતા ખર્ચ, ચુકવણા વગેરેનું નિરીક્ષણ કરતા હોય છે તેઓ અમુક ચોંકાવનાર રીતે જણાવે છે કે અમુક રોડ અનેક રીપેરીંગ માત્ર કાગળ ઉપર થતા હોય છે જેમાં ‘સૌનો સાથ સૌનો વિકાસ’  છે માટે જ ગ્રામ્ય સ્તરથી માંડી મહાનગર સુધી એક-એક મંજુર થતા રોડ બાબતે નાગરીકો જાગૃત રહે તે જરૂરી હોવાનું વિશ્ર્લેષકો જણાવે છે.

Related posts

જામનગરમાં બે પરિવારો વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર

Nawanagar Time

જામનગર યાર્ડમાં કપાસમાં ભેજના મામલે કકળાટ

Nawanagar Time

વીજ થાંભલે યુવાન ચોટી ગયો

Nawanagar Time

Leave a Comment