Nawanagar Time
ગુજરાત જામનગર

નાણાકીય વર્ષના અંતિમ દિવસે જિલ્લા તિજોરી કચેરીમાં રૂા.315 કરોડના ચૂકવણા

rs-315-crores-payout-in-the-district-treasury-office-on-the-last-day-of-the-financial-year

છેલ્લા બે દિવસમાં જામનગર મહાનગરપાલિકાએ મિલકત વેરા અને પાણી વેરા પેટે રૂા.61 લાખ ઉભા કર્યા

જામનગર:-નાણાંકીય વર્ષના અંતીમ દિવસ સુધી આ માર્ચ માસમાં જિલ્લા તિજોરી કચેરીએ માર્ચ માસમાં આજ સુધીમાં  વિભાગોને અને સરકારી કામો બદલ કોન્ટ્રાકટરોને કુલ રૂા.315.90 કરોડના ચુકવણા કર્યા હોવાનું જાણવા મળે છે.

જિલ્લા તિજોરી કચેરીએ 4440 સરકારી વાઉચરો પેટે રૂા.136 કરોડ 48 લાખ 84,729 અને 201 કોન્ટ્રાકટના બીલો પેટે રૂા.178 કરોડ 41 લાખ 45,954 ચુકવ્યા છે. મ્યુ. કોર્પોરેશનને ટેકસ પેટે કુલ રૂા.83.78 કરોડની આવક થઇ હતી.  મિલ્કત વેરાના રૂા.61 કરોડ 75,85,599 મીટર વગરના નળ કનેકશનોના વોટર ચાર્જીસ પેટે રૂા.8.97 કરોડ અને મીટરવાળા પાણીના કનેકશનો પેટે રૂા.13.50 કરોડની આવકનો સમાવેશ થાય છે. મ્યુ. કોર્પો.ને નાણાંકીય વર્ષના છેલ્લા બે દિવસમાં રૂા.61 લાખની આવક થઇ હતી.

ચાલુ નાણાંકીય વર્ષમાં શહેરમાં નવા ભળેલા વિસ્તારો માટે અપાયેલી રીબેટ સ્કીમ અંતર્ગત  હજારથી વધુ આસામીઓએ રૂા.24 કરોડ ઉપરાંતના મિલ્કત વેરાના નાણાં ભરી આપીને લાખોનું રીબેટ મેળવ્યું હતું. બીજી તરફ મ્યુ. કમિશ્નર સતિષ પટેલ દ્વારા મ્યુ. કોર્પો.માં જ કર્મચારીઓ માટે લંચ ગોઠવવામાં આવ્યું હતું. જેનો પણ વિરોધ કરવા એક વિપક્ષી કોર્પોરેટર પહોંચી ગયા હતાં અને પોતાની લાગણી વ્યકત કરીને ચાલ્યા ગયા હતાં.

Related posts

સૂર્યગ્રહણ નિમિત્તે રવિવારે દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

Nawanagar Time

જુદી જુદી બ્રાંડની કુલ રૂ.18.92 લાખની મદીરાનો નાશ કરવામાં આવ્યો઼

Nawanagar Time

દ્વારકાનાં આર્મીમેનનું ચાલુ ફરજે ચંદીગઢમાં અવસાન

Nawanagar Time

Leave a Comment