Nawanagar Time
ગુજરાત જામનગર

રિલાયન્સે આપેલા સફાઇના સાધનો કચરાંમાં

rubbish-cleaning-tools-in-the-trash

જામનગર મહાનગરપાલિકામાં કરોડોના આધુનિક સફાઇના સાધનો વાપરવામાં અધિકારીઓની નિયત અસ્વચ્છ,

રિલાયન્સ ફાઉન્ડેશને કરોડોના સફાઇના સાધનો ભેટ ધર્યાં પરંતુ ડ્રાઇવરના અભાવે આધુનિક સાધનો પડતર હાલતમાંં

જામનગર:-જામનગર મહાનગર બન્યું હોવા છતાં મહાપાલિકાના શાસકો હજૂ પણ નગરપાલિકા રાજમાં રાચતાં હોય તે રીતે શહેરના વિકાસકામ હોય કે સ્વચ્છતા અભિયાન હોય, હંમેશા પછાત જ રહ્યાં છે. આ સંજોગોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મહાનગરપાલિકાને આપવામાં આવેલા કરોડો રૂપિયાના સાધનોનો ઉપયોગ કરવાને બદલે આ સાધનોને કચરાંમાં ફેંકી દેવા જેવી સ્થિતિમાં મૂકી દેતાં ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે.

સરકાર સ્વચ્છતા અભિયાન માટે તનતોડ મહેનત કરી રહી છે ત્યારે જામનગર મહાનગરપાલિકા પોતાના બળે તો ઠીક પરંતુ અન્ય સંસ્થાએ આપેલા સફાઇના સાધનોનો ઉપયોગ કરવામાં પણ ઊણી ઉતરી હોવાનું જણાઇ આવ્યું છે. જામનગર મહાનગર પાલિકાને કરોડોના ખર્ચે રિલાયન્સ ફાઉન્ડેશને આપેલા સાધનો ઘણા સમયથી ધુળ ખાતા નજરે પડે છે. શહેરમાં સ્વબળે સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેલી જામનગર મહાનગર પાલિકા હવે બીજાએ આપેલી સહાયની પણ દરકાર લઇ રહી નથી.

વિગતો અનુસાર વર્ષ 2018માં જામનગર મહાનગરપાલિકાને શહેરમાં સફાઇ કરવાના હેતુથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરોડોની કિંમતના સફાઇ વાહનો ભેટમાં આપવામાં આવ્યા હતાં. આ વાહનોનો ઉપયોગ મહાનગર પાલિકા કરી રહી નથી. અધુરામાં પુરૂ મહાનગર પાલિકાના સત્તાધીશો વાહનોના મેઇન્ટેનન્સ પણ કરાવી રહ્યાં નથી. જેથી હવે જયારે વાહનોનો ઉપયોગ કરવાનો થશે ત્યારે વધુ મુશ્કેલીઓ ઉભી થાય તેવી શકયતા છે.

rubbish-cleaning-tools-in-the-trash
rubbish-cleaning-tools-in-the-trash

 

rubbish-cleaning-tools-in-the-trash
rubbish-cleaning-tools-in-the-trash

નોંધનીય છે કે, રિલાયન્સ ફાઉન્ડેશન કિંમતના સફાઇ વાહનો આપ્યા હોવાની વાતને હજૂ લાંબો સમય વિત્યો નથી. પરંતુ મહાનગરપાલિકામાં આ વાહનો ધુળ ખાતા જોવા મળી રહ્યાં છે. સંસ્થાએ આ પહેલા ચારેય વાહનોની કાળજી લેવાતી નથી. ઉપયોગ પણ કરવામાં આવતો નથી. સેવા અર્થે આપવામાં આવેલા આ વાહનોના ઉપયોગ કેમ થઇ રહ્યો નથી? તેના જવાબમાં મહાનગરપાલિકાના જવાબદારો માનવામાં ન આવે તેવી વિગતો આપી રહ્યાં છે.

જામનગરમાં સફાઇ રાખવામાં તમામ પગલા લેવાઇ રહ્યાં છે. તેવી ગુલબંગો ફુંકનાર જામનગર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીઓ શહેરમાં અનેક સ્થળે નજરે પડે છે. જયાં-ત્યાં ગંદકીના ગંજ શહેરીજનો જોઇ શકે છે. આ ગંદકી સાફ કરવા માટે મહાનગર પાલિકા પાસે પુરતાં સાધનો છે. વધુમાં સંસ્થાઓએ આપેલા સફાઇના સાધનોની પણ સુવિધા છે. પરંતુ મહાનગર પાલિકાના સત્તાધીશોની નિયત અસ્વચ્છ હોય તેમ સાધનોનો ઉપયોગ થઇ રહ્યો નથી. વધુમાં આ સાધનો લાંબા સમયથી પડતર હોવાથી તેની જાળવણીમાં પણ પાલિકા ઊણી ઉતરી છે.

rubbish-cleaning-tools-in-the-trash
rubbish-cleaning-tools-in-the-trash

 

rubbish-cleaning-tools-in-the-trash
rubbish-cleaning-tools-in-the-trash

Related posts

ડરો-ના જામનગરમાં માસ્ક-સૅનેટાઈઝરના કાળા બજાર કરનારની ખૈર નથી: કલેકટર

Nawanagar Time

ખંભાળિયાની મહિલાને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં આગોતરા જામીન મંજુર

Nawanagar Time

નવું શૈક્ષણિક સત્ર એપ્રિલથી, સત્તાવાર પરિપત્ર

Nawanagar Time

Leave a Comment