Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં વૃક્ષ ધરાશાયી થતાં દોડધામ

running-a-tree-in-a-chaplaind

રામનાથ સોસાયટીમાં ધડાકાભેર વૃક્ષ તૂટી પડતાં લોકોના ટોળેટોળાં એકત્ર

ખંભાળિયા:-ખંભાળિયાના પોશ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટી તરફ જતા માર્ગે એસ.એન.ડી.ટી.ની સામેના ભાગના રસ્તે ગત રાત્રે વડનું એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઇ જતાં થોડો સમય દોડધામ મચી જવા પામી હતી.

રામનાથ રોડ પર આ તોતીંગ વૃક્ષ ગઇ રાત્રે એકાએક જમીનદોસ્ત થઇ જતાં થોડો સમય વાહન વ્યવહારને પણ અસર થઇ હતી. આટલું જ નહિં, વિજવાયર પણ તૂટતા થોડો સમય આ સ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં.

running-a-tree-in-a-chaplaind
running-a-tree-in-a-chaplaind

આ ઘટના બનતા વોર્ડ નં. સાતના જાગૃત સદસ્ય જયેશભાઇ ગોકાણી તથા જગુભાઇ રાયચુરાએ જરૂરી વ્યવસ્થા હાથ ધરી, કાર્યકરો હાર્દિક મોટાણી તથા નગરપાલિકાની ટીમના જે.બી. ડગરા તથા સ્ટાફે દોડી જઇ, જે.સી.બી. જેવા સાધનોથી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જી.ઇ.બી.ના કર્મચારીઓએ વિજપુરવઠો પુર્વવત કરાવ્યો હતો.

Related posts

શનિવારથી છ દિવસ સુધી બેંકો બંધ, બુધવારથી રાબેતા મુજબ

Nawanagar Time

અપક્ષ ઉમેદવાર વલ્લભભાઈ સોજીત્રાને જીતાડવા ઠેર-ઠેર બેઠકો, સભાઓનો દૌર

Nawanagar Time

જૂના રેલવે સ્ટેશન પાસે ઝુંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવાયું

Nawanagar Time

Leave a Comment