Nawanagar Time
ગુજરાત જામનગર

ધાર્મિક સ્થાન પર હુમલાથી સાધુ સંતો લાલઘૂમ

sadhu-santh-lalghoom-with-an-attack-on-religious-place

જામનગર:-જામનગરમાં ટુંક સમય પહેલા ભીડભંજન મહાદેવ મંદિર પાછળ આવેલા ગંગેશ્ર્વર મહાદેવ મંદિરે ભજનના કાર્યક્રમમાં હુમલો કરવામાં આવતાં  સંતોમાં આક્રોશ ઉઠયો છે. આ ઘટનાના પગલે જૂનાગઢના સાધુ સંતોએ ડી.વાય.એસ.પી. સુરક્ષા રજૂઆત કરી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ધાર્મિક સ્થળે પાઠ-ભજનના કાર્યક્રમમાં હુમલો કરી વાતાવરણમાં નાશભાગ મચાવી ખોફ ઉભો કરવામાં આવ્યો હતો.

જામનગર શહેરમાં રપ વર્ષ પહેલાં રામસવારી પર ફાયરીંગ થયુ હતું. ત્યારબાદ પ્રથમ વખત છરીં ચાકા,  અને સોડાબાટલીથી હુમલો થતાં હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. વારંવાર વધતા જતા બનાવો પાછળ હિન્દુ સમાજના સાધુઓમાં રોષ ભભુકી ઉઠતાં જૂનાગઢના સાધુઓને સાથે રાખી મહંત ઈન્ભારતી બાપુએ તાત્કાલીક ઘટનાની મુલાકાત લઈ હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ અને ડીવાયએસપીની મુલાકાત લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું.

sadhu-santh-lalghoom-with-an-attack-on-religious-place
sadhu-santh-lalghoom-with-an-attack-on-religious-place

ધાર્મિક સ્થાનોને સુરક્ષા પૂરી પાડવા રજૂઆત કરી હતી. આ તકે જૂનાગઢના નિરંજન અખાડાના ઈન્ભારતીબાપુ લાખોટાના મહંત પે્રમગિરિબાપુ, વિરપુરના મહંત ગગન ભારતીબાપુ, ત્રિવેણી સંગઠનના મહંત કુલદીપ ભારતીબાપું જામકંડોરણાના મહંત રાજગીરી ગાંડાબાપુ મુંબઈથી કેશવપુરી જામનગરના ગુલાબગીરી, ગુરૂશાંતિગીરી, હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ, પ્રભારી ધીરેન નંદન, દિવ્યરાજસિંહ જાડેજા, ગંભીરસિંહ, અનોપસિંહ, વિમલ ફલ, વિવેક મહેતા, દેવેન્સિંહ, ધીરૂભા જાડેજા  સૈનિકો પણ ઉપસ્થિત રહયા હતાં.

Related posts

મેયરના રાજીનામાની માંગ સાથે જેએમસીમાં વિપક્ષના ધરણાં

Nawanagar Time

જામ્યુકોના વોટર વર્કસ અધિકારી છત્રાળાની અણધારી વિદાયથી શોકનો માહોલ છવાયો

Nawanagar Time

કાલાવડ પંથકમાં યમરાજાનો મૂકામ: નિકાવામાં ડૂબી જતાં બે બાળકોના મોત

Nawanagar Time

Leave a Comment