Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

‘સલામત’ ગુજરાતમાં બહેન-દીકરીઓ ‘અસલામત’

safe-in-gujarat-sisters-and-daughters-unsafe

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ગેંગરેપના 97 બનાવ: 1803 બહેનોના ગળા અડવા

ગાંધીનગર:-સલામત ગુજરાતના દાવા વચ્ચે ગુનાખોરીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. 5 વર્ષમાં ગુજરાતમાં થયેલા ગેંગરેપના કેસોના વાત કરીએ તો 97 નોંધાયો છે, જ્યારે ચેઈન સ્નેચિંગના 1803 કેસ નોંધાયા છે. સૌથી વધુ  અને ચેઈન સ્નેચિંગના કેસો અમદાવાદમાં નોંધાયા છે, ત્યારે સલામત ગુજરાતમાં બહેનો જ અસલામત હોવાનું સ્પષ્ટ બન્યું છે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સામૂહિક બળાત્કાર યાને ગેંગરેપના કુલ 97 બનાવો બન્યાં છે, આમાં કુલ 408 આરોપીઓ પકડવામાં આવ્યા છે, જ્યારે 33 આરોપીઓ હજી પકડવાના બાકી છે. આ બનાવો તા.1-8-13થી તા.31-7-18 સુધીના  વર્ષમાં બન્યા છે. ગેંગરેપના સૌથી વધુ 15 બનાવો મેગાસિટી અમદાવાદમાં નોંધાયા છે. જે પૈકી 16 આરોપીઓ હજી પકડાયા નથી. અન્ય શહેર/જિલ્લાઓ પૈકી સુરત શહેરમાં અને જામનગરમાં 1-1 ખેડામાં અને પંચમહાલમાં 2-2, કચ્છ અને ગીર-સોમનાથમાં 3-3 અને પાટણમાં 5 આરોપીઓ હજી પકડવાના બાકી છે. બાકી બધા જિલ્લાઓમાં આરોપીઓ પકડાઈ ગયા  વડોદરા, નવસારી, ડાંગ, બોટાદ જિલ્લાઓમાં તથા પશ્ચિમ રેલવે વડોદરામાં કોઈ બનાવો નોંધાયા નથી. 3 વર્ષમાં નોંધાયેલા બનાવો પૈકી 4 બનાવોમાં 23 આરોપીઓ હજી પકડાયા નથી.

વિગતવાર વાત કરીએ તો, અમદાવાદમાં 1122 ચેઈન સ્નેચિંગમા અને 15 ગેંગરેપના કેસ નોંધાયા છે. જેમાં ગેંગરેપના 33 અને ચેઈન સ્નેચિંગના 8 આરોપી હજી પોલીસ  ફરાર છે. જ્યારે ચેઈન સ્નેચિંગના રાજકોટમાં 201, સુરતમાં 216 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. ચેઈન સ્નેચિંગના વડોદરામાં 264 કેસ નોંધાયા છે. ગેંગરેપના સુરતમાં 9, પંચમહાલમાં 8, રાજકોટમાં 5 કેસ નોંધાયા છે.

આ મુદ્દે વધુ વાત કરીએ તો, અમદાવાદ ચેઇન સ્નેચિંગના 1122 કેસો નોંધાયા છે, જેમાં 883 આરોપીઓ પકડાયા છે.  રીતે રાજકોટમાં 201 કેસો નોંધાયા છે, જેમાં 147 પકડ્યા છે. સુરતમાં 216 કેસો નોંધાયા છે, જેમાંથી 293 પકડાયા છે. વડોદરામાં 264 કેસો નોંધાયા છે, જેમાં 140 આરોપીઓ પકડાયા છે. આ રીતે રાજ્યમાં કુલ 1803 કેસો નોંધાયા છે. જેમાં 1463 આરોપીઓને પકડવામાં સફળતા હાથ લાગી છે. રાજ્યમાં કુલ ચેઇન સ્નેચિંગના  બનાવો બન્યા છે. બહેનના ગળામાંથી સોનાના મંગળસૂત્ર, અછોડા, ચેન તોડીને ભાગી જવાના છેલ્લા પાંચ વર્ષમાં 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કુલ 1803 જેટલા બનાવો નોંધાયા છે, જે પૈકી 1463 આરોપીઓ પકડાયા છે.

Related posts

ગુજરાતના બે નામાંકિત ગુજરાતીઓનું બહુમાન…

Nawanagar Time

ઘી ડેમ તળિયા ઝાટક: ખંભાળિયા-દ્વારકામાં જળ કટોકટી

Nawanagar Time

એસ.ટી. બસના ડ્રાઈવરનું આ રીતે થશે લાઈસન્સ રદ્દ

Nawanagar Time

Leave a Comment