Nawanagar Time
ગુજરાત

સલાયા: મફત ગેસ જોડાણની લાલચમાં ગરીબો સાથે ઠગાઇ

salaya-cheated-with-the-poor-in-connection-with-the-free-gas-connection

સલાયા:-કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઉજ્જવલા યોજના અમલમાં છે. જેમાં આર્થિક રીતે પછાત પરિવારોને માત્ર એકસો રૃપિયામાં ગેસ જોડાણ આપવામાં આવી રહ્યા છેે. પરંતુ આ ગેસ જોડાણ કયા પરિવારને મળવા પાત્ર છે તે અંગેના નિયમો અને શરતો ખૂબ  કડક છે. જેમાં પરિવારની  વાર્ષિક આવક રૃા. એક લાખ વીસ હજારથી વધુ ન હોય, ટુ વ્હીલર, થ્રી વ્હીલર કે ફોર વ્હીલર વાહન ન ધરાવતા હોય, સરકારી નોકરી ન હોય, ઘરમાં રેફ્રીજરેટર ન હોય, આવકવેરો કે વ્યવસાય વેરો ન ભરતા હોય, લેન્ડલાઈન ફોન ન હોય, છતવાળું ત્રણ રૃમનું મકાન ન  હોય તેવા જુદા જુદા 14 નિયમોની પૂર્તતા કરતા હોય તેવા ગરીબ પરિવારોને જ આ મફત ગેસ જોડાણ મળવા પાત્ર છે.

પરંતુ અત્યારે તો હોઈસે..હોઈસે.. ની જેમ લોકો મફત ગેસની લાલચમાં નિયમોની જાણ વગર અથવા તેનું પાલન ન થતું હોય તો પણ સેલ્ફ ડેકલેરેશનના ફોર્મમાં સહી કરી દે છે. ગેસ  પણ ગ્રાહકોની સંખ્યા વધારવા કોઈ પણ જાતની તપાસ કર્યા વગર આ યોજનામાં જોડાણો આપે છે. આ પ્રકારે સમગ્ર ગુજરાતમાં હજારો જોડાણો અપાઈ રહ્યા છે. પણ ’પાઘડી નો વળ છેડે’ ની જેમ જ્યારે કંપનીની વીજીલન્સ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને ગ્રાહકોની હાલત અંગે ખરાઈ કરશે ત્યારે ખોટા પત્રકો ભરનારા ગ્રાહકો  તેના ગેસ ડીસ્ટ્રીબ્યુટર મુસીબતમાં મુકાઈ જશે તે નિશ્ચિત છે. અમૂક મર્યાદાથી વધુ ગેસ જોડાણો આપનાર એજન્સીઓ પરવાનો પણ રદ કરી શકે છે. પણ અત્યારે તો ગાડરીયા પ્રવાહની જેમ લોકો અને એજન્સીવાળા મફત ગેસ જોડાણ મેળવી રહ્યા છે! જોઈએ શું થાય છે??

Related posts

વડાપ્રધાનના આગમનને પગલે દબાણ હટાવ ઝૂંબેશનો પ્રારંભ

Nawanagar Time

લાખાબાવળ મુકામે વિશાળ પરશુરામધામનું નિર્માણ થશે

Nawanagar Time

ખંભાળિયામાં કાઇપો…છે ની ચિચિયારીઓની ગુંજી ઉઠી

Nawanagar Time

Leave a Comment