Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

પાકિસ્તાનમાં રિલીઝ નહિ થાઈ સલમાનની મુવી ,જાણો કે શું છે તેનું કારણ…

salman-khan-movie-does-not-release-in-pakistan

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને પાકિસ્તાની મેગાસ્ટાર ફવાદ ખાન વચ્ચે આ વચ્ચે બોક્સ ઓફિસ પર જંગ થવાની હતી. વાત એવી છે કે, ફવાદ ખાનની ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ અને સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ 5 જૂનના રોજ ઈદના દિવસે રીલિઝ થવાની છે. પાકિસ્તાની ફિલ્મ ટ્રેડ અને ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સ આ બંને ફિલ્મોને લઇને ખૂબ ઉત્સાહિત હતા, પરંતુ પાકિસ્તાની સરકારે એક સર્ક્યૂલર જાહેર કર્યું હતું, જેને જોઇને પાકિસ્તાનના ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સને ઝટકો લાગ્યો છે.

ઈદ પર રીલિઝ થઇ રહેલી સલમાનની ફિલ્મ ‘ભારત’ પાકિસ્તાનમાં રીલિઝ નહીં થઇ શકે. સર્ક્યૂલર મુજબ પાકિસ્તાનમાં કોઇપણ ભારતીય ફિલ્મ ઈદ કે તેના બે દિવસ પહેલા અને આ તહેવારના બે અઠવાડિયા સુધી રીલિઝ નહીં થાય. સર્ક્યૂલર મુજબ પાકિસ્તાની ફિલ્મોને પ્રોત્સાહન મળે એટલે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. સલમાન ખાનની ફિલ્મો પાકિસ્તાનમાં સારું પ્રદર્શન કરે છે, તેને કારણે પાકિસ્તાની ફિલ્મોને એટલું પ્રાધાન્ય મળતું નથી, જેને લઇને આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.

પરંતુ ફિલ્મી તજજ્ઞોનું કહેવું છે કે, અત્યારે જે સ્થિતિ છે, તે મુજબ ‘ભારત’ એવું મૂવિ છે, જે પાકિસ્તાની સરકાર પોતાના નાગરિકોને ન બતાવવા ઇચ્છે.

Related posts

Nawanagar Time

રામ લખન’ના 30 વર્ષ પૂરા, માધુરી અને અનિલે કરી ઉજવણી 

Nawanagar Time

નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેની ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘રાત અકેલી હૈ’નું શૂટિંગ પૂરું થઈ ગયું

Nawanagar Time

Leave a Comment