Nawanagar Time
ગુજરાત જામનગર જામનગર ગ્રામ્ય દ્વારકા

દરિયાકાંઠાની જમીનમાં ક્ષારના પ્રમાણમાં વધારો, સરકાર પાસે જમીન ખારાશનો ડેટા જ નથી

sea desert

જામનગર જિલ્લાના દરિયાકાંઠાની જમીનમાં ક્ષારના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના કારણે પેટાળના પાણી પર જોખમ સર્જાયું છે. દરિયાઇ ખારાશને કારણે જમીન બંઝર બની રહી છે. જિલ્લાની 63391 હેકટર જેટલી જમીન ખરાશ-યુકત બની છે. વધતી જતી ખારાશ એ જામનગર જિલ્લાના ખેડૂતો સહિત સરકાર માટે ચિતાનો વિષય બન્યો છે. જામનગર જિલ્લામાં દરીયાકાંઠાની જમીનની અંગે લોકસભામાં મુદો ઉઠતા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રીએ સ્વીકાર્યું હતુ કે, ગુજરાતમાં દરિયાકાંઠાની જમીનની કેટલી જમીનમાં ખારાશ છે. તેનો ડેટા જ ઉપલબ્ધ નથી. પરંતુ ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરીયાકાંઠાને જમીનમાં ખારાશ અટકાવવા નાણાકીય સહાયની દરખાસ્ત કરી છે. જેમાં જણાવ્યુ છે કે ખારાશ વધતા ભૂગર્ભ જળને પણ નુકસાન પહોંચી રહ્યું છે.

જામનગર જિલ્લાની દરીયાકાંઠાની જમીનમાં દીન પ્રતિદિન ક્ષારનુ પ્રમાણ વધી રહ્યુ છે. જામનગર જિલ્લામાં 63391 હેકટર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,25,000 હેકટર જમીનમાં ખારાશનું પ્રમાણ જોવા મળ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લામાં દરીયાઇ ખારાશ અટકાવવા દરીયાકાંઠા ઉપર બેડ બંધારા યોજના, હડીયાણા બંઘારા યોજના, બાલંભા બંધારા યોજના તેમજ એક ડેમથી બીજા ડેમને જોડતી રેડીયલ કેનાલ, ચેકડેમોનું નિર્માણ કરી રહ્યુ છે આમ છતા દરિયાકાઠામાં વધતી જતી ખારાશ જમીનને નુકશાન પહોંચાડી રહી છે. જે ગંભીર મુદ્દો છે.

 

Related posts

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌપ્રથમ વખત ખનીજના બ્લોકની હરાજીનો કરાતો પ્રારંભ

Nawanagar Time

ગણપતિની મૂર્તિઓ અંગે અત્યારથી તંત્ર જાગ્યું

Nawanagar Time

કોરોનાનો કાળો કકળાટ યથાવત્ જામનગર જિલ્લામાં નવા 13 કેસ

Nawanagar Time