Nawanagar Time
ધાર્મિક

આ દિવસે કરો સરસ્વતીપૂજન છે શ્રેષ્ઠ મુહૂર્ત…

saraswatypujan-is-the-best-place-to-do-this-day

માઘ મહિનાની સુદ પાંચમને વસંત પંચમી કહેવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવાનું વિધાન છે. આ વર્ષે વસંત પંચમી 9મી તારીખે બપોરના 2.00 વાગ્યાથી શરૂ થાય છે જે 10મી તારીખે પાંચમી તિથિ બપોરે 2.09 મિનિટ સુધી છે. એવામાં સરસ્વતી પૂજન ક્યાં દિવસે કરવાથી શુભ રહેશે જાણો અહિં…

કેટલાંક ક્ષેત્રો જેવા કે પંજાબ, જમ્મૂ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિતના કેટલાંક વિસ્તારોમાં 9મી તારીખે વસંતપંચમી મનાવવામાં આવે છે. જ્યારે અનેક રાજ્યો જેવા કે પૂર્વી ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક સ્થળોમાં 10મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. તેનું કારણ છે કે વસંતપંચમી 9મી તારીખે બપોરના બે વાગ્યા પહેલાં શરૂ થઈ જાય છે.

સામાન્ય રીતે ઉગ્યાત લેવામાં આવે છે. તેથી વસંત પંચમી દસમી ફેબ્રુઆરીએ મનાવવી વધું યોગ્ય છે. વસંત પંચમી દેવી સરસ્વતીના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવીનું પ્રાગટ્ય થયું હતું. વળી આ દિવસે કામદેવ અને તેમની પત્ની રતિ ધરતી પર આવે છે અને પ્રકૃત્તિમાં પ્રેમના રસનો સંચાર કરે છે. તેથી વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજનની સાથે સાથે કામદેવ અને રતિની પૂજા કરવાનું પણ વિધાન છે. આ દિવસે રાધા અને કૃષ્ણની પૂજા પણ કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં મધ્યાહ્ન પૂર્વે પૂજન કરવાનું વિધાન છે. તેથી પૂજન 10મી તારીખે સવારે 6.45 મિનિટથી લઈને બપોરના 12.25 મિનિટ સુધી સરસ્વતી પૂજન કરવું શુભ અને મંગળકારી નિવડશે.

સરસ્વતી પૂજનમાં આ વાતોનું ધ્યાન રાખો

દેવી સરસ્વતી જ્ઞાન અને આત્મિક શાંતિના પ્રતીક છે. એમની પ્રસન્નતા માટે પૂજામાં સફેદ અને પીળા રંગના ફૂલો અને વસ્ત્રોનો પ્રયોગ કરવો જોઈએ. દેવી સરસ્વતીને પ્રસાદમાં સફેદ કે પીળી વસ્તુ જેવી કે બૂંદી, બરફી, પેંડા, ખીર, બોર જેવો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે વસંત ઋતુનું આગમન થાય છે.. તેથી દેવીને ગુલાબ અર્પિત કરવું જોઈએ અને એકબીજાને ચાંદલો કરવો જોઈએ.

 

Related posts

શ્રાવણના પ્રારંભે હરહર મહાદેવના નાદથી ગૂંજી ઉઠતાં શિવાલયો

Nawanagar Time

આર્થિક પેકેજમાં કર્મકાંડી બ્રાહ્મણોનો સમાવેશ કરવા માંગણી

Nawanagar Time

વાંસનો છોડ ઘરમાંથી દૂર કરે છે નિરાશા અને દરિદ્રતા

Nawanagar Time

Leave a Comment