Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ જામનગર

સારે જહાં સે અચ્છા… જામનગરમાં નેવી વીકની ઉજવણીમાં સંગીતની સુરાવલી વહી

જામનગર : જામનગર ખાતે આવેલા વાલસુરા નેવી મથક ખાતે નેવી વીકની ઉજવણીના ભાગરૂપે ઉચ્ચ સૈન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વાલસુરાના નેવી બેન્ડ દ્વારા યોજાયેલા બેન્ડ કોન્સર્ટમાં સારે જહાં સે અચ્છા… હિન્દુસ્તાં હમારા સહિતની વિવિધ ધુનોની સુરાવલીઓ રજૂ કરવામાં આવી હતી. જો કે, કોરોના મહામારીને પગલે સરકારી ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરી સમગ્ર કાર્યક્રમનું જાહેર જનતા માટે લાઈવ પ્રસારણ કરાયું હતું. ગઈકાલે એક કલાક માટે યોજાયેલા બેન્ડ કોન્સર્ટમાં નેવી બેન્ડ દ્વારા કોર્નફીલ્ડ રોક, ચેરી પીંક, ટુ એમ્પ્સ, રાગ નટ્ટા ધુન રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત કેપ્ટન પી.જી. જ્યોર્જ દ્વારા દેશની ત્રણેય લશ્કરી પાંખોનું ગીત જય ભારતી રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ સમાપનમાં સારે જહાં સે અચ્છા… હિન્દુસ્તાં હમારા…ની ધુન રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વાલસુરા નેવી મથકના કમાન્ડીંગ કોમોડોર ઓફીસર અજય પટણી ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત નેવીના અન્ય ઉચ્ચ અધિકારીઓ અને નૌસૈનિકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નેવીના અધિકારીઓ દ્વારા કોવીડની ગાઇડલાઇનનું પુરૂ પાલન થાય તેની તકેદારી રાખીને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેથી બેન્ડ કોન્સર્ટ પણ બંધ ઓડીટોરીયમને બદલે ખુલ્લામાં યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્ર ગીતની ધુન સાથે કરવામાં આવ્યું હતું. આ વર્ષે નેવી વીકની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ચિત્ર સ્પર્ધા અને શૈક્ષણિક સંસ્થાઓના ભારતીય નેવીમાં જોડાવા માટે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે માટે નેવીની ગરિમાભરી કામગીરીઓ દર્શાવતા વેબિનાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં પણ લવ-જેહાદનો કડક કાયદો બનાવો

Nawanagar Time

નાનાપાંચદેવડાનો લંપટ આચાર્ય તાત્કાલિક અસરથી ફરજમોકૂફ

Nawanagar Time

જામનગરના આંગણે ભરવાડ સમાજનો સમૂહલગ્ન: 113 યુગલો પ્રભુતામાં પગલા માંડશે

Nawanagar Time