Nawanagar Time
ગુજરાત જામનગર

મીઠું પકવવાની લિઝ મામલે ધારાસભ્ય હકુભાની સટાસટી

sattati-of-the-mla-hkubha-in-the-matter-of-salt-firing

સંકલન સમિતિની બેઠકમાં મીઠું પક્વાની લીઝ પુ2ી થઈ હોવા છતાં ચાલતી કાર્યવાહી સામે ઉઠાવ્યાં સવાલ : જવાબદા2ોના મોઢા બંધ

 

જામનગર:-જામનગર જિલ્લામાં લાંબા સમયથી મોટા-મોટા ઉદ્યોગોને મીઠું પકવવા માટે લિઝ પર આપવામાં આવેલી જમીનોની લિઝ પૂરી થઈ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી ન હોય, ધારાસભ્ય હકુભા જાડેજાએ સંકલન સમિતિની બેઠકમાં તંત્ર પર તડાપીટ વરસાવી મીઠાં ઉદ્યોગને ફાળવેલી જમીન મામલે સટાસટી બોલાવતાં જવાબદાર અધિકારીઓના મોં સિવાઈ ગયાં હતાં.

જામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ્ના સ્થાને યોજાયેલી ફરીયાદ અને સંકલન સમિતિ બેઠકમાં જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ પ્રજાકીય લોકહીતના અને સરકારી સુવિધા સહિતના વિવિધ વિભાગના લોકહીતના પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા જેમાં ધારાસભ્ય હકુભા જાડેજાએ પી.જી.વી.સી.એલ.  અને જયોતીગ્રામ ફિડર વિશે પ્રશ્ર્ન ઉઠાવી  લોકોને વાડી વિસ્તારમાં 24 કલાક વિજળી મળતી ન હોય, આ પ્રશ્ર્નનો ઉકેલ કરવા માંગણી કરી હતી.

એસ.ટી. વિભાગમાં પ્રશ્ર્ન પુછેલ હતો કે અરજદાર દિલિપભાઈ ચૈાહાણ એસ.ટી. ડીવીઝનમાં ટ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી અને અરજદારે ક્રિમીનલ કોર્ટ રાજકોટમાં કેસ પણ કરેલ હતો તે કેસમાં કોર્ટે પ0% રકમ ચુક્વાનો આદેશ પણ કરેલ હતો પરંતુ આજદિન સુધી આ આદેશનું કોઈ પાલન કરવામાં આવ્યું નથી તો શું આ અરજદારને તેમના હકક હિસ્સાના પૈસા મળશે કે કેમ ?

સૌથી અગત્યની બાબત તરીકે ધારાસભ્ય હકુભા જાડેજાએ મામલતદારને પ્રશ્ર્ન પુછેલ હતો કે (1) જામનગર જીલ્લામાં મીઠુ પક્વતી હાલ લીઝનો સમયગાળો ચાલુ છે કે પુર્ણ થઈ ગયેલ છે દરેક લીઝની આજની તારીખે શું સ્થીતી છે ?(2) મોટા ભાગની  મીઠાની લીઝોની સમય મર્યાદા પુર્ણ થયેલ હોવા છતાં પણ મોટા ભાગની લીઝો ગેરકાયદેસર રીતે ચાલે છે તો તંત્રની શું જવાબદારી બને છે ? (3) આ મીઠાની લીઝોની સમય મર્યાદા પુરી થયેલ હોવા છતાં આ લીઝો હજુ ચાલુ હોવાનું કારણ શું ? લીઝનો સમયગાળો પુર્ણ થઈ ગયેલ હોય તો ઉત્પાદન ચાલુ રાખવું ગેરકાયદેસર છે કે કેમ ?(4) આ લીઝો પુરી થયેલ છે તેમની જાણ કરતાં કેટલા કાગળો અત્યાર સુધીમાં ઉપલા લેવલે લખેલ છે ? ક્યારે-ક્યારે તે તમામ કાગળોની નકલો ?(પ) આ લીઝોની સમય મર્યાદા પુરી થઈ ગયેલ હોય તો આ લીઝો ઉપર કાર્યવાહી કરવાની લોકલ લેવલે કોની જવાબદારી હોય છે ? તેમણે અત્યાર સુધીમાં શું કામગીરી કરેલ છે ? જે-જે લીઝ ઉપર કાર્યવાહી કરેલ છે તે તમામ કાગળોની નકલો આપવા માંગણી કરી હતી.

જવાબમાં તંત્રના જવાબદાર અધિકારીઓએ મૌન ધારણ કરી લઈ જૂદી-જૂદી 6 કંપનીઓને ફાળવવામાં આવેલી મીઠું પકવવામાં આવેલી લિઝ પૂર્ણ થઈ હોવાનો સ્વિકાર કરી આ તમામ કંપનીઓએ લિઝ રિન્યુ માટે અરજી કરી હોવાનો બિબાઢાળ જવાબ આપ્યો હતો.

આમ, ધારાસભ્ય હકુભા જાડેજાએ જિલ્લામાં મીઠાની લિઝ મામલે ચાલતી લાલિયાવાડી સામે અવાજ ઉઠાવતાં નવા-જૂનીના એંધાણો મળી રહ્યાં છે.

Related posts

પોરબંદરથી દિલ્હી-હરિયાણા સુધી બનશે ’ગ્રીન વોલ ઓફ ઈન્ડિયા’

Nawanagar Time

ડેંગ્યુ નાથવા તાત્કાલિક એકશન પ્લાન ઘડો: અસલમ ખીલજી

Nawanagar Time

સરકારી હોસ્પિટલમાં દિનદયાળ જન ઔષધી કેન્દ્ર બે દિવસથી બંધ!

Nawanagar Time

Leave a Comment