Nawanagar Time
અજબ-ગજબ

‘વીજળી ઘર’ની ખોટી જોડણી સુધારવા કે.કા.શાસ્ત્રીએ એક વર્ષ સુધી પત્રો લખીને સત્યાગ્રહ કર્યો હતો

satyagraha-by-writing-letters-for-one-yearby-k-k-shatri-to-correct-the-of-lightning-house

અમદાવાદ: કેશવરામ કાશીરામ શાસ્ત્રી એટલે કે કે.કા.શાસ્ત્રી ગુજરાતના જાણીતા સાક્ષર, સંશોધક અને ભાષા નિષ્ણાત હતા. મૂળ માંગરોળના વતની કે.કા.શાસ્ત્રી ગુજરાતી ભાષા પ્રત્યેના તેમના પ્રેમ માટે પણ જાણીતા હતા. આજે વિશ્વ માતૃભાષા દિવસે એમનો એક કિસ્સો.

‘વીજળી ઘર’ની ગણના શહેરની જાણીતી ઈમારતોમાં થાય છે. જ્યારે ‘આર્ટ ડેકો’ સ્થાપત્ય શૈલી મુજબ ‘વીજળી ઘર’નું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે ઈમારત પર વીજળી ઘરની જોડણી ‘વિજળી ઘર’ હતી. એક દિવસ આ ખોટી જોડણી કે.કા.શાસ્ત્રીના ધ્યાને આવી. તત્કાળ તેમણે આ અંગે સંબંધિત અધિકારીનું આ અંગે ધ્યાન દોરીને જોડણી સુધારવા જણાવ્યું. જો કે અધિકારીએ આ બાબતને ગણકારી નહીં. બાદમાં કે.કા.શાસ્ત્રીએ એક પછી એક પત્રો લખીને ‘વિજળી ઘર’ના બદલે ‘વીજળી ઘર’ કરવા માટે વિનંતીઓ કરી. કે.કા.શાસ્ત્રીએ સતત એક વર્ષ સુધી પત્રો લખ્યા એ પછી સરકારી અધિકારીઓએ જોડણી સુધારીને ‘વીજળી ઘર’ કર્યું. જે અત્યારે પણ જોઈ શકાય છે.

Related posts

એલજી કંપનીએ નકામા ખોખામાંથી બાળકો માટે સ્લેટ બનાવી

Nawanagar Time

આખે આખું કોળું શાકમાં! રાશનની કામગીરી માટે અવસાન પામેલાં અને દિવ્યાંગ શિક્ષકોના ઑર્ડર

Nawanagar Time

મૃતદેહના પૉસ્ટમોર્ટમનો નિશ્ર્ચિત સમય હોય છે, શા માટે?

Nawanagar Time

Leave a Comment