Nawanagar Time
ગુજરાત જામનગર

સૌરાષ્ટ્રના દરીયાકાંઠો સાગર સુરક્ષા કવચથી રક્ષીત કરાયો

saurashtra-coastline-protected-by-sea-coast-guard

સુરક્ષા એજન્સીઓની સતર્કતા માપવા મોકડ્રીલ : સંવેદનશીલ દરીયાકાંઠા વિસ્તારોમાં સઘન કોમ્બિંગ અને પેટ્રોલીંગ: ઠેર-ઠેર દરોડા પાડીને ચેકીંગ

જામનગર:-જામનગર અને દ્વારકા સહીતનો સૌરાષ્ટ્રનો દરીયા કાંઠો કેટલો સુરક્ષીત છે તે જાણવા જિલ્લાના દરિયામાં મોકડ્રીલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને હાથ ધરાયેલા ચેકીંગમાં પોલીસને સાત આતંકવાદીઓ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ મોકડ્રીલમાં દરિયાઇ સુરક્ષા માટે સુરક્ષા એજન્સીઓની સતર્કતાનો તાગ લગાવવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામેલ રહયા હતાં. આ સાથે સાગર સુરક્ષા કવચના માઘ્યમથી સૌરાષ્ટ્રના દરિયા કાંઠેથી રક્ષીત કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, બે વિસ દરમ્યાન મહત્વના પ્રવાસન સ્થળો તેમજ યાત્રાધામો એરપોર્ટ બસ અને રેલવે સ્ટેશનમાં પણ ચેકીંગ સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ ઓપરેશનમાં ફીશરીઝ, કોસ્ટગાર્ડ, નેવી. મરીન પોલીસ તથા સીઆઇ એસએફ સહીતની એજન્સીઓના કર્મચારીઓ જોડાયા છે અને બે દિવસ સુધી કામગીરી ચાલશે.

જામનગર એસઓજી મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ સહીતની જુદી જુદી સુરક્ષા એજન્સીઓ આ અભિયાનમાં જોડાઇને પેટ્રોલીંગ તેમજ ટાપુ એ લેન્ડીંગ પોઇન્ટ સહીતના વિસ્તારોમાં સઘન ચેકીંગ સહીતની કાર્યવાહી હાથ ધરશે. પોલીસ દ્વારા દરીયાઇ કાંઠા વિસ્તારમાં ચેકીંગ અને બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાગર સુરક્ષા કવચ અંતર્ગત ઇન્પુટના આધારે મોકડી્રલ તેમજ સુરક્ષાને લગત ઓપરેશન પાર પાડવામાં આવે છે હાલારનો દરીયાઇ કાંઠો સુરક્ષાની દ્રષ્ટીએ વધુ સંગીન માનવામાં આવી રહ્યો છે.

મહાકાય ઉધોગો, જગત મંદિર અને પાડોશી દેશોની સીમા નજીક હોય આથી જામનગર અને દ્વારકા જિલ્લાના દરીયાઇ વિસ્તારમાં સમયાંતરે પેટ્રોલીંગ કરવામાં આવે છે અને સાગર સુરક્ષા કવચમાં બે દિવસ સુધી કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવે છે જામનગર શહેરના એસટી ડેપો, રેલવે સ્ટેશન ઉપરાંત શહેરની કેટલીક ધર્મશાળાઓ, ટેલીફોન એક્ષચેન્જ, જી.જી.હોસ્પિટલ સહીતના સ્થળો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Related posts

જામનગરમાં કોરોનાથી વધુ બે વૃદ્ધના મોત

Nawanagar Time

કૃષ્ણનગરમાં દેશી બનાવટનો ટાઈમ બૉમ્બ મળ્યો

Nawanagar Time

જામનગર-કચ્છ હાઈવે પર આમરણ નજીક પુલ ધબાય નમ:

Nawanagar Time

Leave a Comment