Nawanagar Time
ગુજરાત જામનગર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો કાલથી પ્રારંભ

saurashtra-universitys-first-phase-exam-starts-tomorrow

સેમેસ્ટર 1, 2, 4 અને 6 ના છાત્રો પેપર આપશે

જામનગર:-લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા આચારસંહિતાની અમલવારીનો પ્રારંભ થયો છે ત્યારે ચૂંટણીની અસર યુનિ.ની પરીક્ષા ઉપર પણ થશે અને ટાઇમટેબલમાં ફેરફાર કરાયા બાદ  તબક્કાની યાદી જાહેર કરાય છે. જેમાં યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની તા.14 માર્ચ ગુરૂવારથી પ્રારંભ થશે અને તેમાં 45550 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કામાં સેમેસ્ટર 1, 2, 4 અને 6ના વિદ્યાર્થીઓ પેપર આપશે. જેમાં સેમેસ્ટર-1 માં બી.એ.એલ.એલ.બી.માં એક, બીજેએમસીમાં 21, ડીસીએસમાં 2, એમજેએમસીમાં 24, સેમેસ્ટર-2 માં બીજેએમસીમાં 107, ડીસીએસમાં  એમજેએમસીમાં 72, એમપીએમાં 6, એમઆરએસમાં 29, પીજીડીએમસીમાં 25 સેમેસ્ટર-4 માં બીપીએમાં 29, બીઆરએસમાં 138, બીએસડબલ્યુમાં 75, બી.વી. ઓસીમાં 2, એલએલબીમાં 1856, એમજેએમસીમાં 1, એમપીએમાં 5, એમઆરએસમાં 27, એમએસસીઆઇટીમાં 222 તેમજ સેમેસ્ટર 6 માં બી.એસ. બીએડમાં 16, બીએ રેગ્યુલરમાં 7201 અનને એકસનલમાં 3102, બીએ હોમ સાયન્સમાં 11, બીબીએમાં 2611, બીસીએમાં  બીકોમ રેગ્યુલરમાં 15819 અને એકસનલમાં 1163, બીપીએમાં 19, બીઆરએસમાં 78, બીએસસીમાં 5442, બીએસસી હોમ સાયન્સમાં 245 બીએસસી આઇટીમાં 160, બીએસડબલ્યુમાં 61, એલએબીમાં 2034 અને ડીએમએલટીના 135 વિદ્યાર્થીઓ સહિત 4550 છાત્રો પરીક્ષા આપશે. યુનિવર્સિટીની બીજા અને ત્રીજા તબક્કામાં ચૂંટણી હોય પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

ટ્રાફિક સમસ્યા નીવારવા એક મહત્વની બેઠક યોજાઈ

Nawanagar Time

વીજવાયર ધડાકાભેર તૂટ્યો, શ્રદ્ધાળુઓમાં નાસભાગ

Nawanagar Time

હાપા યાર્ડમાં રૂા.4 હજારના વિક્રમી ભાવે અજમાની હરરાજીનો પ્રારંભ

Nawanagar Time

Leave a Comment