Nawanagar Time
ગુજરાત જામનગર

‘કહો દિલસે, પૂનમબેન ફીરસે..’: વિજય સંકલ્પ સાથે ઉમેદવારી

say-dilshan-poonamben-phiras-contributions-with-vijay-vedal

પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના અગ્રણીઓ અને હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં ‘વિજય વિશ્ર્વાસ સંમેલન’ બાદ પૂનમબેન-રાઘવજીભાઈએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી

જામનગર:-આગામી તા.ર3, એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભા પેટા ચૂંટણીમાં હજુ કોંગ્રેસના ઉમેદવારોના પણ ઠેકાણાં નથી, ત્યાં આજે ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ અને જામનગર (ગ્રામ્ય) બેઠકના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલે વિજય વિશ્ર્વાસ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાજતે-ગાજતે  ભર્યા હતાં. આ તકે ‘કહો દિલસે, પૂનમબેન ફીરસે..’ ના નારાઓની ગૂંજ ઉઠી હતી.

જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે આજે ભારતીય જનતા પક્ષ દ્વારા વિજય વિશ્ર્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,  કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કૃષિ મંત્રી આર.સી.ફળદુ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ હકુભા જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ  શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચા, 77-જામનગરના ભાજપના ઉમેદવાર રાધવજીભાઈ પટેલ, મંત્રી વાસણભાઇ આહીર, રમણભાઈ વોરા, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા સહિતના અગ્રણી નેતા ઉપસ્થિતિમાં યોજાયેલા આ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો, અગ્રણીઓ સ્વયંભૂ ઉપસ્થિત રહેતાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો જશ્ન હોય તેવો માહોલ સર્જાયો હતો.

say-dilshan-poonamben-phiras-contributions-with-vijay-vedal
say-dilshan-poonamben-phiras-contributions-with-vijay-vedal
say-dilshan-poonamben-phiras-contributions-with-vijay-vedal
say-dilshan-poonamben-phiras-contributions-with-vijay-vedal

વિજય  સંમેલનને સંબોધતા જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી તો કૃષિ મંત્રી આર.સી. ફળદુએ ખેડૂતોને પાક વીમા મુદ્દે અન્યાય નહીં થવા દેવાય તેવો વિશ્ર્વાસ આપ્યો હતો. વિજય વિશ્ર્વાસ સંમેલન બાદ લોકસભાના લોકલાડીલા ઉમેદવાર પૂનમબેન માડમ અને જામનગર (ગ્રામ્ય) બેઠકના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલે વાજતે-ગાજતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી.

Related posts

આવાસ પ્રકરણઃ છેત્તરપીંડી કરનાર શખ્સના ઘરેથી થોકબંધ સાહિત્ય કબ્જે

Nawanagar Time

મોતના પડીકા જેવી સ્કૂલ વેનનું ચેકિંગ ક્યારે?

Nawanagar Time

Leave a Comment