Nawanagar Time
ગુજરાત જામનગર

મહાપાલિકામાં સિટી લાઇવલીહુડ સેન્ટરની ભરતીમાં કૌભાંડ

scandal-in-the-recruitment-of-city-livelihood-center-in-the-municipal-corporation

અધિકારી-પદાધિકારીઓએ કોઈપણ જાતની ભરતી પ્રક્રિયા કર્યા વગર મામા-માસીનાઓને ‘ગોઠવી’ દીધાં: વોર્ડ  ના કોર્પોરેટર નીતાબેન પરમારે ‘ગોલમાલ’ છતી કરી

જામનગર:-અનેક કૌભાંડોનું ઘર ગણાતી જામનગર મહાનગર પાલિકાનું વધુ એક કૌભાંડ તપાસમાં બહાર આવી શકે છે. ખંધા અધિકારી તથા સાત્તાધારી પદાધિકારીઓ દ્વારા સિટી લાઈવલીહુડ પ્રોજેકટમાં કોઈપણ જાતની ભરતી પ્રક્રિયા કર્યા વગર જ મામા-માસીનાઓની ભરતી ઘરમેળે કરી લેતાં આ મામલે વોર્ડ  ના જાગૃત કોર્પોરેટર નીતાબેન પરમારે ભોપાળું છતું કરી, આ મામલે મ્યુનિ. કમિશ્ર્નરને લેખિત ફરિયાદ આપતાં ખળભળાટ મચી ગયો છે.

જામનગર મહાનગર પાલિકા ખાતે નવા સીટી લાઇવલીહુડ મીશનમાં થનારી ભરતી માટે એક ઉચ્ચ અધિકારી અને તેમના મળતીયાઓ અને પદાધિકારીઓ તથા તેના સગા-વહાલાંઓની નિમણૂંક કરી કોઇ પણ ભરતી પ્રક્રિયા કર્યા વગર  આપવા માટેનું ષડયંત્ર, સિટી લાઇલીહુડ મીશન (સેન્ટર)માં મેનેજર, કોમ્પ્યુટર ઓપરેટર તથા ફિલ્ડ ઓફિસરની નિમણૂંક કરવામાં ગોબાચારી આચરી શહેરના ત્રણ વિસ્તારો ગુલાબનગર, દિગ્જામ સર્કલ અને એસ.ટી. રોડ ઉપર શરૂ થનારા સિટી લાઇવલીહુડ સેન્ટરમાં કોઇ પણ જાહેરાત વગર અંગત લોકોને ફાયદો ખપાવવા માટે થઇને કોઇ પણ ભરતી પ્રક્રિયાને અનુસર્યા વગર નિમણૂંક  માટે થતી પ્રક્રિયા કે જેના દ્વારા જરૂરિયાતવાળા લોકોને થતાં અન્યાય સામે આ ગોબાચારીમાં થયેલી નિમણૂંકને ધ્યાને લઇ તાત્કાલીક કાર્યવાહી કરવા તેમજ તાકીદે પગલાં લઇ તેઓને હોદ્દા પરથી દૂર કરવા વોર્ડ નં.16 ના જાગૃત કોર્પોરેટર નીતાબેન પરમારે મ્યુનિ. કમિશ્ર્નરને લેખિત ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ, આ ભરતી પ્રક્રિયામાં યોગ્ય  તથા જરૂરિયાતવાળા ઉમેદવારો કે જેમને આ અન્યાય થયેલો  હોય તેવા લોકો પોતાની હૈયા-વરાળ ઠાલવતા કહે છે કે, આ મહાનગર પાલિકાના કૌભાંડી અધિકારી અને તેમના મળતિયાઓની નિમણૂંકને કારણે આવા અનેક કૌભાંડો પૈકી થયેલ અન્યાય સામે અન્યાય સામે સીધી ભરતી પ્રક્રિયાને અનુસરીને ભરતી કરવામાં આવે અને સંડોવાયેલા તમામ લોકોની સામે નક્કર  ભરવામાં આવે.

વધુમાં આ કૌભાંડમાં નિમણૂંક પામેલી એક વ્યકિત જામનગર મહાનગર પાલિકાની યુસીડી શાખાનું કામ કરે છે અને આ વ્યકિત કોઇ પણ જાતનો પોતાનો હોદ્દો વધરાવતા નથી, પરંતુ અમુક અધિકારીઓના મળતિયા કે જેના સગા આ શાખામાં કોઇ અધિકૃત કર્મચારી કે મહાનગર પાલિકાના કર્મચારી ન હોવા છતાં પણ પોતે છેલ્લા  વર્ષથી કાયમી રીતે આ શાખામાં બેસે છે અને આ શાખાનું કામ કરે છે અને આ શાખાના કર્મચારી ઉપર રોફ કરે છે. અને ગેરવર્તન  કરે છે.

આ વ્યકિતને આ શાખામાં કોઇ હોદ્દો ન ધરાવતા હોવા છતાં પણ તેમને આ શાખામાં કોમ્પ્યુટર અને ટેબલ ફાળવવામાં આવેલ છે અને તેઓ આ શાખાની  પણ અધિકારીઓની મીઠી નજર અને દેખરેખ હેઠળ કરે છે. આ વ્યકિત જેએમસીની ઓફિસમાં કામ કરતા અને અંગત ગણાતા વ્યકિતના અંગત સગા છે. ત્યાં આવતા અરજદારો સાથે પણ ગેરવર્તણૂંક કરી દાદાગીરી કરે છે. આ વ્યકિત પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

આ સંજોગોમાં આ પ્રકરણની યોગ્ય તપાસ  આવે તો ઘણા અધિકારીઓ તેમના મળતિયાઓ અને અનેક નેતા તેમજ તેમના સગા-સંબંધીઓએ આ કૌભાંડમાં ભાગ ભજવ્યો છે તે સાબીત થઇ શકે તેમ હોવાનું કોર્પોરેટર નીતાબેન પરમારે અંતમાં જણાવ્યું હતું.

Related posts

જામનગર જિલ્લામાં 2081 ખેડૂતની મગફળી ટેકાના ભાવે ખરીદાઈ: 245ની રીજેક્ટ થઈ

Nawanagar Time

જામનગર નજીક પુર ઝડપે દોડતી કારે ઠોકર મારતા બાઈક ચાલકનું મોત

Nawanagar Time

હાલારમાં મહિલાઓ આર્થિક સ્તરે પગભર નથી: શેતલ શેઠ

Nawanagar Time

Leave a Comment