Nawanagar Time
ગુજરાત જામનગર

મતદાર યાદીમાં ગોટાળા : 1950 હેલ્પ લાઇનમાં ફરિયાદનો ધોધ

scandal-in-voter-list-complaint-flood-in-the-1950-help-line

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી પૂર્વે તંત્રને 754 કોલ આવ્યા : મોટાભાગના કોલ મતદાર યાદીને લગતા

જામનગર:-આગામી લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ચૂંટણીને લગતી  પણ ફરિયાદ કે જાણકારી મેળવવા માટે સરકાર દ્વારા 25 જાન્યુઆરી રાષ્ટ્રિય મતદાતા દિવસથી ટોલ ફ્રી 1950 નંબરની ચૂંટણી માર્ગદર્શન હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.જે હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 120 કોલ અને જામનગર જિલ્લામાં 634 કોલ મળ્યા છે.જેમાં મોટા ભાગના કોલ મતદાર યાદીમાં નામ,નામમાં સુધારો અને ચૂંટણીકાર્ડ  ફરિયાદો મતદારોએ કરતા મતદાર યાદીમાં ગરબડ ગોટાળાની આશંકા જાગી છે. નોંધનીય છે કે આચારસંહિતા ભંગ અંગે જુજ ફરિયાદો તંત્રને મળી છે.  લોકસભાની ચૂંટણી સંદર્ભે મતદારો ફરિયાદ અને સુચન કરી શકે તે માટે રાષ્ટ્રિય મતદાતા દિવસથી 1950 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.જે હેલ્પલાઇન પર મતદારો આચારસંહિતા ભંગની ફરિયાદ,ચૂંટણી સંદર્ભે  યાદીમાં નામ જેવી વિગતો મેળવી શકે છે. રાજ્યભરમાં આ હેલ્પલાઇન હાલ કાર્યરત છે.જેમાં અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 120 કોલ મળ્યા છે,જેમાં મતદારોએ મતદાન યાદીમાં નામ,નામમાં સુધારો જેવા સવાલો કરી યોગ્ય પ્રત્યુતર મેળવ્યા છે.જ્યારે જામનગર જિલ્લામાં 634 કોલ મળ્યા છે,જે પૈકીના 95 ટકા ફોનમાં મતદાન યાદીમાં નામ સંદર્ભેના ફોન  છે.જ્યારે 5 ટકા ફોનમાં આચારસંહિતા ભંગની ફરિયાદો પણ મળી હતી.જેને ધ્યાને લઇ સબંધિત તંત્રને જાણ કરી પગલા પણ ભરવામાં આવ્યા છે.જો કે,દ્વારકા જિલ્લામાં હજુ સુધી આચારસંહિતા ભંગની એક પણ ફરિયાદ મળી નથી.

તમામ જગ્યાએથી પ્રચાર કરતા બેનરો હટાવાયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ જગ્યાએથી ચૂંટણી પ્રચારના તમામ બેનરો હટાવી લેવામાં  છે. ચૂંટણીનો પ્રચાર કરતા એક પણ બેનરો જાહેરમાં ક્યાંય જોવા મળતા નથી.તેમજ આચારસંહિતા ભંગ થાય તેવા રાજકિય કાર્યક્રમો પર પણ બ્રેક છે.જેથી આચારસંહિતા ભંગની એક પણ ફરિયાદ મળી ન હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

Related posts

પ્રદૂષણ મુદ્દે ગ્રામજનો સાચા કે ધારાસભ્ય ધારવિયા?

Nawanagar Time

હવે વિકાસ કાર્યોની ગ્રાન્ટથી કોર્પોરેશન કર્મચારીઓના પગાર થશે

Nawanagar Time

દ્વારકામાં સરકારી જમીન પચાવી પાડતા ભૂ-માફિયાઓ

Nawanagar Time

Leave a Comment