Nawanagar Time
ગુજરાત જામનગર

ટાટ પેપર લીક પ્રકરણમાં સ્કૂલના આચાર્યની ઘરપકડના ભણકારા

school-principal-leads-to-the-tate-paper-leak-chapter

શાળાના જ એક શિક્ષકને મદદરૂપ થવા પેપરબંચનું સીલ તોડયું હોવાની આશંકા

જામનગર:- જામનગરમાં રવિવારે ટાટની પરીક્ષા દરમિયાન સત્ય સાઈ શાળાના આચાર્ય અને સ્થળ નિરીક્ષક દ્વારા પરીક્ષા પૂર્વે જ પેપર બચં તોડી કરવામાં આવેલ ઘાલમેલ સંદર્ભે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી આચાર્યની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ સમગ્ર ઘાલમેલ પરથી પરદો ઊંચકાશે છે.  રવિવારે જામનગરમાં લેવાયેઈ ટાટની પરીક્ષા દરમિયાન સત્યસાઈ શાળામાં વિવાદ થયો હતો. જેમાં સત્યસાઈ સ્કુલના યુનિટ નંબર પાંચમાં બ્લોક નંબર બેમાં સ્થળ સંચાલક મનીષ બુચ દ્વારા નિયત સમયે પરીક્ષાર્થીઓને બેસાડી દેવામાં આવ્યા હતા. 30 પરીક્ષાર્થીઓ પૈકીના 24 ઉમેદવારો હાજર રહ્યા હતા. પરંતુ પેપર શરુ થાય તે પૂર્વે જ સ્થળ સંચાલકે પેપરનું કવર ખોલી નાખ્યાનું સામે આવતા હાજર ઉમેદવારોએ વાંધો લીધો હતો.  આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી જીલ્લા શીક્ષણ વિભાગના બીનાબેન દવે દ્વારા સત્યસાઈ શાળાના સ્થળ નિરીક્ષક સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે બ્લોકમાં આ હોબાળો થયો છે તે જ બ્લોકમાં સત્યસાઈ શાળામાં હંગામી નોકરી કરતો દેવાંગ રતિલાલ નિમાવત પણ પરીક્ષા આપતો હતો. આ પરીક્ષાર્થીના પેપરનું શીલ પણ અગાઉથી જ તૂટી ગયું હોવાનું સામે આવ્યું છે.  જેથી આ ઉમેદવારને મદદરૂપ થવાના ઈરાદે જ આ કાંડ આચરવામાં આવ્યું છે કે કેમ ? તે તપાસની વિષય બન્યો છે. પેપર લીક સહિતના આક્ષેપ સાથે સામે આવેલ ફરીયાદને લઈને ડીવાયએસપી એપી જાડેજાએ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં જે કોઈ કસુરવાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એમ જાડેજાએ જણાવ્યું છે.

school-principal-leads-to-the-tate-paper-leak-chapter
school-principal-leads-to-the-tate-paper-leak-chapter

Related posts

દ્વારકા સહિત પાંચ જિલ્લામાં 345 શિક્ષકોની ભરતી પ્રકિયા

Nawanagar Time

જામનગર શહેર-જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો

Nawanagar Time

ધ્રોલમાં વિજય સંકલ્પ સંમેલન ગજાવતા ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ

Nawanagar Time

Leave a Comment