Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર-દ્વારકા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક..

security-agencies-in-jamnagar-dwarka-district

જામનગર:-ભારતીય એરફોર્સ દ્વારા પીઓકેમાં આજે કરાયેલા બોમ્બાર્ટીંગ પછી દુશ્મન દેશ દ્વારા વળતો પ્રહાર થાય તો તેને સારી રીતે પહોંચી વળવા માટે દેશભરમાં અપાયેલા એલર્ટ વચ્ચે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં પણ સુરક્ષા એજન્સીઓને સાબદી કરવામાં આવી છે.

ભારતીય હવાઈ  દ્વારા ગઈરાત્રે પાકિસ્તાનના કબજાના કાશ્મીરમાં ઘૂસી આતંકવાદીઓના કહેવાતા આશ્રયસ્થાનો પર હુમલો કરવામાં આવ્યો છે અને આતંકીઓના આશ્રયસ્થાનોનો સફાયો થયો છે ત્યારે પાકિસ્તાન તરફથી વળતો પ્રહાર કરવામાં આવે તેવી દહેશત નકારી શકાય તેમ નથી તેના પગલે સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ખાસ કરીને ગુજરાતના સરહદી જિલ્લા ગણાતા હાલાર પંથકમાં  તંત્રને સચેત રહેવા આદેશો છૂટયા છે.

જમ્મુ-કાશ્મીરમાં આવેલા પુલવામા આતંકી હુમલો થતા ચાલીસ જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા તે બનાવને આજે બારમો દિવસ છે ત્યારે ભારતીય એરફોર્સ દ્વારા પીઓકે (પાકિસ્તાનના કબજાના કાશ્મીર)માં બોમ્બાર્ટીંગ કરી આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે. દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાત રાજ્યમાં અને  ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ જામનગર જિલ્લા સાથે જોડાયેલા દરિયાકાંઠાઓ પરથી ઘૂસણખોરી ન થાય કે તે પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન આચરવામાં આવે તે માટે સતર્ક રહેવાનો આદેશ છૂટતા જામનગર તેમજ દ્વારકા જિલ્લાના પોલીસવડાઓ દ્વારા પોલીસ સ્ટાફને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

security-agencies-in-jamnagar-dwarka-districtsecurity-agencies-in-jamnagar-dwarka-district
security-agencies-in-jamnagar-dwarka-district

જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો પર એસઓજી  એલસીબી અને મરીન પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તે રીતે જ પોલીસ તંત્ર સાબદું બન્યું છે. આ ઉપરાંત બન્ને જિલ્લાઓના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસનું ઘનિષ્ઠ ચેકીંગ શરૃ કરવાની સાથે બાતમીદારોનું નેટવર્ક એક્ટિવેટ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં યોજાયેલા વીઆઈપી કાર્યક્રમોમાં પણ  શક્યતા નકારી શકાતી નથી.

security-agencies-in-jamnagar-dwarka-district
security-agencies-in-jamnagar-dwarka-district
security-agencies-in-jamnagar-dwarka-district
security-agencies-in-jamnagar-dwarka-district
security-agencies-in-jamnagar-security-agencies-in-jamnagar-dwarka-districtarka-district
security-agencies-in-jamnagar-dwarka-district
security-agencies-in-jamnagar-dwarka-district
security-agencies-in-jamnagar-dwarka-district
security-agencies-in-jamnagar-dwarka-district
security-agencies-in-jamnagar-dwarka-district

Related posts

મહાનગરપાલિકામાં પ્રવેશદ્વારે લોખંડી જાપ્તો : પ્રજા માટે અઢી ફૂટની ‘કેડી’

Nawanagar Time

જામનગર જિલ્લામાં એઈડ્સના કેસ ઘટ્યા: આ વર્ષે 146 કેસ

Nawanagar Time

શૈક્ષણિક કાર્ય બંધ વચ્ચે બોર્ડે શાળાઓનો સમય જાહેર કર્યો

Nawanagar Time

Leave a Comment