Nawanagar Time
હેલ્થ ટીપ્સ

ટીવી જોતાં-જોતાં નાસ્તો કરવાથી મેટાબોલિક સિન્ડ્રોમનો શિકાર થઈ જવાય છે

seeing-tv-eating-snacks-causes-prey-to-metabolic-syndrome

જો તમે પણ ટીવી જોતી વખતે પલંગ પર સૂતાં-સૂતાં નાસ્તો કરો છો તો તમારી આ આદત તરત જ બદલી નાંખો. તમારી આ ટેવ તમને બીમાર પાડી શકે છે. ખાસ કરીને કિશોરાવસ્થા દરમિયાન, ટીવી જોતાં નાસ્તો કરવાની આદત હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે.

સંશોધકોએ એવી જાણકારી એકઠી કરી છે કે જે બાળકો ટીવી જોતાં-જોતાં નાસ્તો કરે છે તેમના શરીરમાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધારે હોય છે. આ રિસર્ચ 12થી 17 વર્ષની ઉંમરના 33,900 કિશોરો પર હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે મેટાબોલિક સિન્ડ્રોમને લીધે બાળકોમાં બ્લડ પ્રેશરનું જોખમ વધ્યું છે, તેથી તેમના શરીરમાં હાઈ બ્લડ શુગર, કમરની ચરબી અને કોલેસ્ટેરોલ વધવાનું જોખમ વધી જાય છે.

મેટાબોલિક સિન્ડ્રોમ

મેટાબોલિક સિન્ડ્રોમ કોઈ રોગ નથી પરંતુ તે એકસાથે થતાં ઘણા રોગોને કારણે થાય છે. હાઇપરટેન્શન, શગુપ પ્રોબ્લેમ, કોલેસ્ટેરોલ વધવો અને મેદસ્વીતા આ તમામ બાબતો મેટાબોલિક સિન્ડ્રોમનું કારણ બને છે. ચાલો જાણીએ આવી બીમારીઓ વિશે જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે જવાબદાર હોય છે.

ખરાબ કોલેસ્ટેરોલ

જો તમારા લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલની માત્રા 150 મિલિગ્રામ છે તો શરીરમાં મેટાબોલિક સિન્ડ્રોમ હોવાનું જોખમ ઘણું વધી જાય છે.

હાઈ બ્લડ પ્રેશર

સૌથી વધુ મેટાબોલિક સિન્ડ્રોમ હોવાનું જોખમ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓને રહે છે. સામાન્ય વ્યક્તિનું બ્લડ પ્રેશર 120/80 હોય છે. જો આ સામાન્ય સ્તર કરતાં વધારે હોય તો મેટાબોલિક સિન્ડ્રોમ હોઈ શકે છે.

શુગર

જો જમતા પહેલાં તમારા શરીરમાં શુગરની માત્રા 100 કરતાં વધારે છે, તો સચેત થઈ જવું જોઇએ. આ મેટાબોલિક સિન્ડ્રોમના જોખમને નિર્દેશ કરે છે.

સ્થૂળતા

ખાસ કરીને પેટની આસપાસ જમા થતી વધારાની ચરબી મેટાબોલિક સિન્ડ્રોમનું સંભવિત કારણ હોઈ શકે છે.

Related posts

ઘરના આ 4 કામ કરીને તમે 130થી 350 જેટલી કેલરી બર્ન કરી શકો છો

Nawanagar Time

બિન્દાસ પણે પીઓ આ મિલ્કશેક્સ,જરાપણ નહિ વધે તમારું વજન…

Nawanagar Time

હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દી ન લે કામનું પ્રેશર, હાર્ટ અટેક આવવાનું જોખમ ત્રણ ગણું વધી જાય છે

Nawanagar Time

Leave a Comment