Nawanagar Time
ગુજરાત જામનગર

સ્વ. જેન્તીભાઈના હત્યારાઓને પકડો: ભાનુશાળી સમાજની વિશાળ રેલી

self-hold-jaintibhais-assassins-a-huge-rally-of-a-well-publicized-community

જામનગરમાં ભાનુશાળી સમાજ દ્વારા બાઇક રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવાયું : શોકસભામાં અનેક આગેવાનો હાજર રહયા

જામનગર:-કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા જેન્તીભાઈ ભાનુશાલીની ચાલુ ટ્રેનમાં ઘાતકી હત્યા થયાની ઘટના બાદ હજુ સુધી પોલીસ હત્યારાઓને પકડી શકી ન હોય, જામનગર ભાનુશાળી સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. આજે ભાનુશાળી સમાજ દ્વારા સ્વ. જયંતિભાઈ ભાનુશાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિશાળ બાઈક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સ્વ. જયંતિભાઈના હત્યારાઓને તાકિદે પકડવા માંગ ઉઠાવી હતી.

જામનગરમાં બહોળી વસતિ ધરાવતા ભાનુશાળી સમાજ દ્વારા આજે સ્વ. જયંતિભાઈના હત્યારાઓને પકડવાની માંગ સાથે શોકાંજલિ આપવાની સાથે બાઈક રેલી યોજવામાં આવી હતી.

આ તકે જામનગરના ભાનુશાળી અગ્રણીઓએ એક અવાજે કહ્યું હતું કે, હત્યાના અનેક દિવસો વિતી ગયા છતાં હત્યારાઓને શોધવામાં પોલીસ સરેઆમ નિષ્ફળ નિવડી છે. પરિણામે ભાનુશાળીની હત્યા કરનારાઓને ત્વરીતે પકડવા ઠેર-ઠેર રજુઆતો થઇ રહી છે. જામનગર ભાનુશાલી સમાજે આજે  રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને જેન્તીભાઇ ભાનુશાલીના હત્યારાઓને ત્વરીતે પકડવા રજૂઆત કરી હતી. આજે યોજાયેલી શોકસભામાં અનેક આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રઘ્ધાંજલી પાઠવી હતી.

self-hold-jaintibhais-assassins-a-huge-rally-of-a-well-publicized-community
self-hold-jaintibhais-assassins-a-huge-rally-of-a-well-publicized-community

ભાનુશાલી જ્ઞાતિના નેતા જેન્તીભાઈ ભાનુશાલીની નિર્મમ, ઘાતકી હત્યા થયાના 12 દિવસ પછી પણ હત્યારાઓ પકડાયા નથી પરિણામે ભાનુશાળી સમાજ રોષે ભરાયો છે. જેન્તીભાઇની હત્યા નિપજાવવાનું ષડયંત્ર રચનારાઓ સામે ત્વરીતે પગલાં લેવાની માંગણી સાથે ભાનુશાળી- સિંધી સમાજ મેદાનમાં ઉતર્યો છે. અને સમાજના ટ્રસ્ટી તુલસીદાસ કટારમલની આગેવાનીમાં બાઇક રેલી કાઢી છે. જેમાં કચ્છી ભાનુશાલી, હાલારી ભાનુશાળી, સિંધી ભાનુશાલી જ્ઞાતિના અનેક યુવાનો, આગેવાનો જોડાયા હતાં. અને કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

self-hold-jaintibhais-assassins-a-huge-rally-of-a-well-publicized-community
self-hold-jaintibhais-assassins-a-huge-rally-of-a-well-publicized-community

Related posts

ગેંગરેપની ઘટનાના વિરોધમાં લોકશાહી બચાવો મંચના ધરણાં

Nawanagar Time

હાર્દિક પટેલ જામનગરમાં: કોર્ટ હાજરી પુરાવી ડેંગ્યુના દર્દીઓને મળ્યો

Nawanagar Time

ડેંગ્યુ સામે તંત્ર લાચાર: વધુ 60 કેસ

Nawanagar Time

Leave a Comment