Nawanagar Time
નેશનલ

શેરબજારમાં આગ ઝરતી તેજી: સેન્સેકસ 38000

sensex-38000-a-boom-in-the-stock-market

બેન્ક નિફટીમાં પણ જોરદાર તેજી: બધી જ સ્ક્રિપટમાં ભારે લેવાલી

મુંબઈ:-શેર બજારે સારી શરૂઆત કરી છે. સેન્સેક્સ 240 અંકોથી વધારે ઉછળો છે. જ્યારે નિફ્ટીમાં 60  અંકોની મજબૂતી દેખાય રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.4 ટકા સુધી વધ્યા છે. નિફ્ટી 11430 સુધી પહોંચીને11410  પર જોવા મળી રહ્યો છે  ની નજીક છે અને સેન્સેક્સ 38000 ને પાર કરી લીડ બાદ હાલ 37980 ની ઊપર પહોંચી ગયા છે.

મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદારી દેખાય રહ્યા છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.19 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ 0.34 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.10 ટકા મજબૂત થયા છે.

ફાર્મા, રિયલ્ટી, આઈટી, બેન્કિંગ, ઑટો અને ફાઈનાન્સ સર્વિસ 0.60-0.28 શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બેન્ક નિફ્ટી 0.29 ટકાના ઉછાળીને 29000 ની ઊપર પહોંચી ગયા છે. જો કે મેટલ શેરોમાં દબાણમાં જોવામાં આવી રહ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 163 અંક એટલે કે 0.4 ટકાની તેજીની સાથે 37917.91 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 50.30 અંક એટલે કે 0.4 ટકા વધીને 11393.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ગેલ, ઈન્ડુસઈન્ડ બેન્ક, ડો.રેડીઝ, કોટક મહિન્દ્રા બેન્ક, આઈઓસી, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ભારતી ઈન્ફ્રાટેલ  ટકા સુધી ઉછળા છે. જો કે દિગ્ગજ શેરોમાં એચસીએલ ટેક, ઈન્ફોસિસ, યસ બેન્ક, વિપ્રો, અદાણી પોર્ટ્સ અને એચયૂએલ 1.2-0.6 ટકા સુધી લપસ્યા છે.

Related posts

સાબરમતીમાં સત્ય જીવિત છે: પ્રિયંકા ગાંધીનું ટ્વિટ

Nawanagar Time

ફરી એકવાર જરૂરતમંદોને વહારે આવતો અક્ષય

Nawanagar Time

પોલીસે લાંચમાં સેક્સવર્કરની માંગણી કરી, પોલીસકર્મી સામે લેવાયા આ પગલાં

Nawanagar Time

Leave a Comment