Nawanagar Time
નેશનલ બિઝનેસ

શેરબજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 400નું ગાબડું….

બજારમાં આજે ડર હતો તેવું જ થયું. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જીત પટેલના રાજીનામા અને પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે. તેની અસર ખૂલતા બજારે જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેન્સેક્સ 400 અંકના કડાકા સાથે ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટી 100 અંકના કડાકા સાથે ખૂલી હતી. સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ 428.75 અકના કડાકા સાથે 34530 અને નિફ્ટી 105 અંકના કડાકા સાથે 10383 પર ટ્રેડ થઇ રહી છે.

ઉર્જીત પટેલના રાજીનામાથી સિંગાપુર એસજીએક્સ નિફ્ટી ફ્યુચર્સમાં આજે સવારે મોટો કડાકો બોલાયો હતો. આરબીઆઈ ગવર્નરના રાજીનામાની જાહેરાત ભારતીય શેરબજારો બંધ થયા બાદ થઇ. વિદેશી બજારમાં રૂપિયો 1.5 ટકાના ઘટાડાની સાથે 72.53 પર આવી ગયો હતો.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આરબીઆઈના ગવર્નરે રાજીનામું આપતા બજાર પર તેની અસર જોવા મળી છે. બીજીબાજુ પાંચ રાજ્યોની વિધાનસભાના ચૂંટણી પરિણામોને 2019ની લોકસભાની ચૂંટણી પરિણામોની સેમીફાઇનલ મનાય છે. તેની અસર આજે ખૂલતા બજાર પર જોવા મળી.

ઉલ્લેખનીય છે કે પટેલના રાજીનામાંથી અનિશ્ચિતતા વધી ગઇ છે. આરબીઆઈ અને સરકાના સંબંધ કેટલાંક મહિનાથી એનબીએફસી લિક્વિડિટી ક્રાઇસિસ સહિત બીજા કેટલાંક મુદ્દાને લઇ ખરાબ ચાલી રહ્યાં હતા. જો કે 19મી નવેમ્બરના રોજ આરબીઆઈ બોર્ડની મેરેથોન મીટિંગ બાદ તેને લઇ આશંકાઓ વ્યક્ત થઇ હતી. તેમાં રિઝર્વ બેન્કે બેન્કોની કેપિટલ એડિક્વેસી નોર્મ્સ પર સરકારની વાત માનતા કેટલીક છૂટો આપી હતી. સરપ્લસ રિઝર્વના ટ્રાન્સફરને લઇ પણ તેમનું વલણ નરમ પડ્યું હતું. જ્યારે નબળી સરકારી બેન્કો માટે કેપિટલ નોર્મ્સમાં ઢીલ આપવા પર વિચાર કરવા માટે તેમણે એક સમિતિ બનાવાની વાત કહી હતી.

સરકારના ખર્ચ વધવાથી જો રાજકોષીય ખાધ વધે છે તો તેના લીધે મોંઘવારીનો દર વધવાની આશંકા વધશે. ચાલુ ખાતાની ખોટ વધશે અને જીડીપી ગ્રોથ ઘટી શકે છે તેવું નિષ્ણાતોનું કહેવું છે.

Related posts

ફૈઝાબાદથી અયોધ્યા સુધી પ્રિયંકાનો ભવ્ય રોડ શો

Nawanagar Time

જામનગરમાંથી પણ નીકળશે દારૂ માટેની પરમીટ, નિયમોમાં થયા ફેરાફર

Nawanagar Time

મંગળવારથી પૉસ્ટલ પેન્શનર્સનું આંદોલન

Nawanagar Time

Leave a Comment