Nawanagar Time
બિઝનેસ

સેન્સેક્સમાં 231 પોઈન્ટનો વધારો… શેરબજારની પોઝીટીવ શરૂઆત…

કારોબારી સત્રના પાંચમા દિવસે ગુરૂવારે શેર બજારની સકારાત્મક શરૂઆત થઇ હતી. BSEની 31 કંપનીઓના શેર પર આધારિત સંવેદી ઈન્ડક્સ +231.27 પોઈન્ટના વધારા સાથે 36,010.34 પર ખૂલ્યો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી ઈન્ડેક્સ NIFTY 59.255 પોઈન્ટના વધારા સાથે 10,796.85પર ખુલ્યો હતો.

બુધવારે શક્તિકાંત દાસે આરબીઆઇના નવા ગર્વનર તરીકે કાર્યભાર સંભાળી લેતાં ઉત્સાહિત શેર બજારમાં બંપર બઢત સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજના 31 સંવેદી ઈન્ડેક્સ 629.06 પોઈન્ટ (1.79%)ની મોટા ઉછાળા સાથે 35,779.07 પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ 50 શેરોના સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 188.45 પોઈન્ટ (1.79%)ની તેજી સાથે 10,737.60 પર બંધ થયો.

Related posts

કોરોનાકાળ કરાવી શકે કમાણી!

Nawanagar Time

જામનગર GIDC ના મેનેજર દર્શન ઠક્કર ભૂમાફિયાની ભૂમિકામાં: ઉદ્યોગકારો લાલઘૂમ

Nawanagar Time

નોટબંધી પહેલા ઘરમાં કેદ રોકડ 9 થી 12 ટકા હતી: બાદમાં 26 ટકા થઇ

Nawanagar Time

Leave a Comment