Nawanagar Time
ગુજરાત જામનગર

આયુષ્યમાન-અમૃતમ્ કાર્ડની કામગીરીમાં સર્વર વિલન

server-villain-in-the-work-of-ayushmann-amritam-card

અરજદારોને સવારથી સાંજ સુધી બેસાડી રાખવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ

જામનગર:-સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે આરોગ્ય લક્ષી યોજનાઓ બનાવવામાં આવી છે પરંતુ અમલવારીમાં મીંડુ હોય જામનગરમાં મા અમૃતમ, અને મા વાત્સલ્ય યોજનાની કામગીરીમાં  ડાઉન હોવાના કારણે અરજદારોને ભારે હાલાકનો સામનો કરવો પડે છે અને રોજે રોજનું કમાઇ ખાતો વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આયુષ્યમાન ભારતના કાર્ડ કાઢી આપવામાં આવે છે આ કાર્ડની કામગીરીમાં આવેલા અરજદારોને ધકકા ખાવાનો વારો આવે છે. આયુષ્યમાન ભારત અંતર્ગત સામાન્ય પરિવારના વ્યકિતને સરકાર દ્વારા કાર્ડ આપી  સહાય આપવામાં આવે છે. આ કાર્ડ કઢાવવા આવેલા અરજદારો જણાવે છે કે અમો સવારથી આવી લાઇનમાં બેઠા છીએ.

મજૂરી કામ કરીએ છીએ અહીં પહેલા કલાકો સુધી લાઇનમાં બેઠાબાદ ઓફીસ સ્ટાફ કહે છે કે સર્વર ડાઉન છે.

અહીં આવતા પરિવારજનો જણાવે છે કે અમો મજૂરીકામ કરીએ છીએ 1 દિવસનું કામ  આવીએ તો ઘણું નુકશાન ભોગવવું પડે છે. પત્નિ બાળકો, માતા-પિતા, સહિત સવારથી લાઇનમાં ઉભા છીએ. બપોર બાદ જો સર્વર શરૂ થશે તો આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડકાઢી આપશે.

અમો રોજનું કરી રોજ જમતા હોય, આજે અહીં આ કામગીરી ન થાય તો ફરી રોજ પાડી આવવાનું અમોને પરવડે તેમ નથી. અત્રે  છે કે સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે જનઆરોગ્ય યોજના અમલમાં લાવવામાં આવી છે. ગરીબ પરિવારોને જેનાથી સહાય પ્રાપ્ત થાય છે. આ સહાય પ્રાપ્ત થાય તે પહેલાં અને કાર્ડ કઢાવવા માટે આ પરિવારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ કામગીરી વિનાવિક્ષેપે થાય તેવી વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે.

Related posts

બેડી ગામના માછીમારોની હાલત કફોડી: આર્થિક સહાયની માંગ

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં મગફળીના ટેકાના ભાવમાં રજિસ્ટ્રેશનમાં ધસારો: પોલીસ બોલાવવી પડી

Nawanagar Time

ઈકો કારમાં ઘેટાં-બકરાંની જેમ પેસેન્જર ભરતા ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી

Nawanagar Time

Leave a Comment