Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

10 કરોડના ખર્ચે બન્યો રાજમહેલનો સેટ

set-of-rajmahal-set-at-a-cost-of-rs-10-crore

ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ કલંક માટે મુંબઇના ફિલ્મ સિટિમાં  જૂની દિલ્હીમાં રૂપિયા દસ કરોડના ખર્ચે રાજમહેલનો એક સેટ ઊભો કરવામાં આવ્યો છે.

કરણની આ મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મનું શૂટિંગ 2018ના જુલાઇમાં શરૂ થયું હતું અને અત્યાર અગાઉ હૈદરાબાદ, ચંદેરી, મધ્ય પ્રદેશ, કારગિલ,ઇન્દોર અને મુંબઇમાં એનું શૂટિંગ પૂર્ણ થયું હતું. હવે જૂની દિલ્હીનાં પરાકાષ્ઠાનાં દ્રશ્યો લેવાનાં છે.

અભિષેક વર્મન નિર્દેશિત આ ફિલ્મ માટે કરણે સારો એવો ખર્ચ કર્યો છે અને જૂની દિલ્હીના 1940ના મહેલના સેટ માટે તો દસ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાની માહિતી મિડિયાને મળી હતી.

આ મલ્ટિસ્ટાર ફિલ્મમાં વરુણ ધવન, આલિયા  ભટ્ટ, સંજય દત્ત, માધુરી દીક્ષિત નેને, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા ચમકી રહ્યાં છે.  બારમી માર્ચે આ ફિલ્મનું ટીઝર રજૂ થયું એને મળેલા જબરદસ્ત પ્રતિભાવથી કરણનો ઉત્સાહ બેવડાયો હતો.  હવે મુંબઇના શિડયુલ માટે આ મહેલનો સેટ ઊભો કરાયો હતો.

Related posts

હવે વિદ્યા બાલનની ‘શકુંતલા દેવી’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે

Nawanagar Time

શું લગ્નના 38 વર્ષ બાદ રિશી કપૂર અને નીતૂ વચ્ચે પડી ‘તિરાડ’?

Nawanagar Time

હવે ક્રિકેટમાં બોલ પર થૂંક લગાવવાની પરંપરા હવે બની જશે ઇતિહાસ: કોહલી

Nawanagar Time

Leave a Comment