Nawanagar Time
ગુજરાત જામનગર

શેઠવડાળા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

sethawadala-village-publicly-played-five-in-gambling

એક શખ્સ નાશી છુટયો: પોલીસે રૂપિયા 1340ની રોકડ સહીતનો મુદામાલ કર્યો કબજે

જામનગર:-શેઠવડાળા ગામે ઝાડ નીચે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને રોકડા રૂા.1340 તથા ગંજીપતાના પાના સહીતનો મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતાં.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શેઠવડાળા ગામે લીંબોળીના ઝાડ નીચે કના ગાંગા ખરા (ઉ.વ.40), દેવશી મેપા વાઘેલા (ઉ.વ.35), ચના નાથા બથવાર (ઉ.વ.40), ભલા મુળજી રાઠોડ (ઉ.વ.48), ખોળા જીણા પરમાર (ઉ.વ.35) તેમજ રૂપેશ રમેશભાઇ લાલકીયા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી જે દરમ્યાન પોલીસે પાંચ શખ્સોને રૂા.1340 રોકડ તથા ગંજીપતાના પાના નંગ 50ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જયારે એક શખ્સ નાશી છુટવામાં સફળ થયો હતો. આ અંગે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Related posts

હાલારમાં સેંકડો લોકો મંજૂરી વગર ઘૂસી ગયા

Nawanagar Time

નવાગામમાં એક વ્યક્તિ દેશી પીવા ગયો અને માર ખાધો…

Nawanagar Time

હાલારમાં ચિંતાજનક રીતે ઊંડા ઉતરતા પાણીના તળ

Nawanagar Time

Leave a Comment