Nawanagar Time
ગુજરાત જામનગર

સેવન સીઝન્સ રિસોર્ટના બેંક એકાઉન્ટ ફ્રીઝ

seven-seasons-resorts-bank-account-freeze

ભાગીદાર ઉપેન્દ્ર અંથવાલ દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ

જામનગર:-જામનગરના પ્રસિદ્ધ સેવન સીઝન્સ રિસોર્ટ એન્ડ સ્પામાં ભાગીદારોના આંતરિક ડખ્ખામાં કલબના સભ્યોની સાથે-સાથે રિસોર્ટમાં લગ્નના બુકિંગ કરાવનાર લોકોને  સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ વચ્ચે ડિરેક્ટર ઉપેન્દ્ર અંથવાલે સેવન સિઝન્સ રિસોર્ટના બેંક ખાતા ફ્રીઝ કરાવી દેતાં ચકચાર જાગી છે.

‘નવાનગર ટાઈમ’ સાથેની વાતચીતમાં સેવન સીઝન્સ રિસોર્ટના ડિરેક્ટર ઉપેન્દ્ર અંથવાલે જણાવ્યું હતું કે, ખોટના ખાડામાંથી રિસોર્ટને બહાર લાવવા માટે મારા બન્ને ભાગીદારોને મેં સ્પષ્ટ સૂચના આપી છે; કાં તો  મારી ભાગીદારીના નાણાં પરત આપો અતવા રિસોર્ટનો સંપૂર્ણ વહિવટ આપો, પરંતુ આમ છતાં ભાગીદારો દ્વારા યોગ્ય પ્રત્યુત્તર અપાયો નથી.

બીજી તરફ ઉપેન્દ્ર અંથવાલે ઉમેર્યું હતું કે, સેવન સીઝન્સ રિસોર્ટમાં ચાલતાં મતભેદોને કારણે હાલ મેં તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધાં છે અને આ મામલે કાનૂની કાર્યવાહી પણ શરૂ કરી  છે.

ઉલ્લેખનિય છે કે, લગ્નસરાની આ મોસમમાં સેવન સીઝન્સ રિસોર્ટમાં અનેક લોકોના સગાઈ-લગ્ન સહિતના પ્રસંગોના બુકિંગ થયાં હોય તેવા સમયે જ ભાગીદારોના વિવાદો ચરમસીમાએ પહોંચતા નિર્દોષ લોકોના પ્રસંગો બગડે તેમ હોવાનું પણ મનાઈ રહ્યું છે.

Related posts

અલિયા-ખીલોસમાં લાખોના ખર્ચે વધુ બે ચેકડેમના કામો મંજૂર

Nawanagar Time

ધ્રોલમાં જિંદગીથી કંટાળી યુવતીએ આયખું ટૂંકાવ્યું

Nawanagar Time

જામનગરમાં રસ્તે રઝળતા ઢોરે મહિલાનો ભોગ લીધો

Nawanagar Time

Leave a Comment