Nawanagar Time
ગુજરાત જામનગર

હાપામાં ગટર મિશ્રીત પાણી વિતરણ ધારાસભ્ય હકુભા લાલઘુમ

sewer-blended-water-distribution-officer-hakubha-lalghumam-in-hapa

મહાનગરપાલિકાની સંકલન સમિતીની બેઠકમાં પ્રજાના પ્રશ્ર્નો અંગે તડાપીટ બોલાવતા ધારાસભ્ય

જામનગર:-હાપામાં મહાનગરપાલિકા દ્વારા થતાં પાણી વિતરણમાં ભૂગર્ભ ગટર મિશ્રીત પાણી લોકોને અપાતું હોય જામનગર 78ના ધારાસભ્ય ધર્મન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એ જામનગર મહાનગરપાલિકાની ફરિયાદ અને સંકલન સમિતિની મિટિંગમાં તડાપીટ બોલાવી મહાનગરપાલિકાના અધિકારીઓનો ઉધળો લીધો

પ્રાપ્ત વિગતો મુજબ મહાનગરપાલિકાની સંકલન સમિતીની બેઠકમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર શહેર વિસ્તારની પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગે પ્રશ્ર્નો રજુ કર્યા હતાં જેમાં વોર્ડ નં. 11માં હાપા મસ્જિદ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી પીવાના પાણીમાં ગટર પાણી મીક્સ થાય છે તેવો પ્રશ્ર્ન ઊઠાવ્યો હતો. જેના જવાબમાં જણાવ્યું હતું કે આ  પાણીની પાઈપલાઈન નાખવામાટે નક્શા અંદાજો બનાવીને મંજુરી અર્થે મૂકવામાં આવેલ છે. સક્ષમ સત્તાની મંજુરી મળ્યેથી પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આમ, મહાપાલિકાના સત્તાધિશોએ જયાં સુધી લાઇન ન બદલે ત્યાં સુધી લોકોને ગંદા પાણી પીવા પડશે તેવો આડકતરો સંકેત આપ્યો હતો.

વધુમાં ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં તેમણે વોર્ડ  બે વિસ્તારમાં ભૂગર્ભ ગટર  ઉભરાવાની સમસ્યા, ધીમા ફોર્સથી પીવાનું પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ તેમજ વોર્ડ નં. 11 મહાપ્રભુજીની બેઠક, શાલુ પીરની દરગાહ પાસેના વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન નાખવાની બાકી કામગીરી, વોર્ડ નં. 11 ગુલાબનગર, ક્રિષ્નાપાર્ક વિભાપર વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં જોડાણ આપવાની કામગીરી, વોર્ડ નં. 1પ ગોકુલનગર, ખોડિયારનગર  પીવાનું પાણી આવતું ન હોવાની ફરિયાદ ઉઠાવી તડાપીટ બોલાવી હતી.

આ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આ તમામ પ્રશ્ર્નનો ઝડપભેર નિકાલ લાવવા પણ અધિકારીઓને તાકિદ કરી હતી.

Related posts

રણજીત સાગર તરફનો કોઝ-વે તૂટતાં યુદ્ધના ધોરણે મરામત

Nawanagar Time

ચાંદી શુધ્ધ કરતી પેઢીમાંથી 27 કિલો ચાંદીની ચોરીની ફરિયાદ

Nawanagar Time

ઉનાળાના પ્રારંભે જ અનેક વિસ્તારો ટેન્કર ભરોસે

Nawanagar Time

Leave a Comment