Nawanagar Time
અમદાવાદ ગુજરાત

અમદાવાદમાં શહેન‘શાહ’નું શક્તિ પ્રદર્શન

shahenshah-performance-in-ahmedabad

અમદાવાદ:-ગુજરાત ભાજપ માટે આજે સુવર્ણ દિવસ છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક ઉપરથી વિજય મુહૂર્તમાં લોકસભાની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવતા શહેનશાહનું શક્તિ પ્રદર્શન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે આજે  અમદાવાદમાં ભાજપ દ્વારા રાષ્ટ્રિય અધ્યક્ષની ઉમેદવારીને લઈ ભવ્યાતિભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો એટલુ જ નહિં ભાજપે શકિત પ્રદર્શન પણ કરી વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા હોય તેમના સમર્થનમાં સમગ્ર એનડીએ અહીં ઉમટી પડયુ છે. ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન, બાદલ  નેતાઓ ઉપરાંત ભાજપના દિગ્ગજો અરૂણ જેટલી, રાજનાથસિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયેલ, મનસુખ માંડવિયા સહિતના પણ તેમને સમર્થન આપવા અહીં આવ્યા છે. આજે બપોરે 12.39 મીનીટે વિજય મુહુર્તમાં ગાંધીનગર કલેકટર કચેરી ખાતે અમિત શાહ પોતાની ઉમેદવારી નોંધાવી હતી  તેમણે પોતાના જ નહિ પરંતુ સમગ્ર એનડીએના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો

 

Related posts

કોંગ્રેસ ચોરોની જમાત: સીએમ વિજયભાઈ રૂપાણી

Nawanagar Time

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો : કોંગ્રેસ

Nawanagar Time

ઉનાળાના પ્રારંભે જ સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 350 ગામોમાં ટેન્કરરાજ

Nawanagar Time

Leave a Comment