Nawanagar Time
ગુજરાત જામનગર

શરમ કરો સત્તાધીશો…વોર્ડ નં.9માં મંદિરોની બહાર જ ગંદકીનું સામ્રાજય

shame-empires-ward-no-9-dirt-kingdoms-outside-the-temples

વોર્ડ નં.9માં વિશ્ર્વકર્મા મંદિર, બહુચરાજી મંદિર, કુબેર ભંડારી અને લક્ષ્મીનારાયણ મંદિરે આવતાં શ્રદ્ધાળુઓને હાલાકી

જામનગર:-જામનગરના વોર્ડ નં.9માં આવતો પંચેશ્ર્વર ટાવર વિસ્તાર ગંદકીથી અત્યંત ખદબદે છે. આ વિસ્તારમાં ઠેક-ઠેકાણે કચરાના ગંજ ખડકાયેલા છે. ગંદકીએ એક લોક જવાબદારીનો પણ મહત્વનો પ્રશ્ર્ન છે.  વિસ્તારમાં પંચેશ્ર્વર ટાવર પાસે આવેલ બહુચરાજી મંદિરની બહાર રાખવામાં આવેલ કચરાની પેટીથી અત્યંત ગંદકી ફેલાય છે. અહીં નિયમિત પૂજા કરતાં પૂજારી, ધંધાર્થીઓને આ કચરા પેટીના કારણે ગંદકી થતી હોય અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ વિસ્તારના રહેવાસીઓ દુકાનદારોની સ્થળ મુલાકાત સમયે તેમણે જણાવ્યું હતું કે અહીં ઘણા વર્ષોથી  કચરા પેટી મૂકવામાં આવી છે. કચરા પેટીના કારણે અહીં ગંદકી ફેલાય છે. અહીં કચરા પેટી રાખવામાં આવી છે. જેથી ગાયો, ભેંસો, ખુટયા પણ અહીં એકઠા થતાં હોય છે. જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ અવારનવાર સર્જાય છે.

shame-empires-ward-no-9-dirt-kingdoms-outside-the-temples
shame-empires-ward-no-9-dirt-kingdoms-outside-the-temples

અહીં પૌરાણિક કાળનું બહુચરાજી માતાનું મંદિર છે. આ માતાના મંદિરની દિવાલમાં જ કચરા  મૂકવામાં આવી છે. જેનાથી દર્શનાર્થીઓની ધાર્મિક લાગણી દુભાય છે. છેલ્લા 10 વર્ષથી અહીં તંત્ર દ્વારા મૂકવામાં આવેલ કચરા પેટીના કારણે અત્યંત આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે. બહુચર માતાનું મંદિર હોય સામે, કુબેર ભંડારી મહાદેવ મંદિર આવેલ છે. ઉપરાંત આસપાસમાં સામે વિશ્ર્વકર્માનું મંદિર છે. આગળ લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. અહીં  બાજુ દેવી-દેવતાઓ બિરાજતા હોય અને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. તંત્રના પાપે આજે ભગવાનનો વાસ એવો વિસ્તાર નર્કાગાર જેવી સ્થિતીમાં જોવા મળે છે. અહીં અવાર-નવાર ધાર્મિક પ્રસંગો યોજાતા હોય, વર્ષભર અમાસ નિમીતે કુબેર ભંડારી મહાદેવ, વિશ્ર્વકર્મા મંદિર સહિતના મંદિરોએ દર્શનાર્થીઓ આવતા હોય છે. અત્યંત ગંદકીના કારણે દર્શનાર્થી પણ  પોકારી ઊઠયા છે. વ્હેલી સવારે સ્વચ્છ થઇ લોકો મંદિરે દર્શન કરવા નીકળે છે. પરંતુ અહીં આવી અસ્વચ્છતાના કારણે ધાર્મિક લાગણી પણ દુભાય છે. આસ્થાના પ્રતિક સમા મંદિરમાં અનેક દર્શનાર્થીઓ વ્હેલી સવારે ઉઘાડા પગે પગપાળા પણ મંદિરે આવતા હોય છે. અહીં પવિત્રતાના બદલે અસ્વચ્છ વાતાવરણમાં દર્શનાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે.  નવરાત્રિના સમયે માં ઉપાસના કરવામાં આવે છે જેમાં અહીં આવતાં દર્શનાર્થીઓ જણાવે છે કે મંદિર પવિત્રતા, શાંતિ, સ્વચ્છતાનું પ્રતિક ગણાય છે. પરંતુ અહીં જામ્યુકોના જાડી ચામડીના સત્તાધીશોના પાપે મંદિરની દિવાલમાં જ મૂકાયેલ કચરાપેટીના કારણે દર્શનાર્થીઓ, રહેવાસીઓ, દુકાનદારોની ધાર્મિક લાગણી દુભાય છે.

આ વિસ્તારના રહેવાસીઓએ અનેક વખત રજૂઆતો કરી છે.  છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી આ કચરા પેટીને હટાડવાની કાર્યવાહી નથી કરાતી, ઉપરાંત આજુ-બાજુમાં મોટી વાડીઓ આવેલ હોય ગુર્જર સુતારની વાડી, વાણંદજ્ઞાતિ લક્ષ્મીનારાયણની વાડીમાં જયારે લગ્ન સમારંભ યોજાય ત્યારે તેઓ પણ પોતાનો એઠવાડ ગંદકી અહીં ઠાલવતા હોય જે બંધ કરવાની જરૂર છે. આ કચરા પેટીનો અહીંથી નિકાલ  અન્ય જગ્યાએ ખસેડવાની તાત્કાલિક જરૂર છે. અહીં ગંદકીના કારણે ધાર્મિક લાગણી તો દુભાય છે. પરંતુ અહીંથી પસાર થવું હોય તો પણ મોં પર ડુમો દેવો પડે તેવી સ્થિતિ હોય નર્કાગાર બનેલ વિસ્તારને સત્તાધીશો કયારે સ્વચ્છ બનાવાશે, શરમ કરો સત્તાધીશો મંદિરની બહાર તો પવિત્રતા જાળવો..!

મંદિરની દિવાલમાં જ કચરા પેટીથી ધાર્મિક લાગણી સાથે ખીલવાડ : પૂજારી શૈલેષ પંડયા

In the wall of the temple, Khilvad with religious sentiments from garbage box: Poojari Shailesh Pandya

અહીં બહુચર માતાના મંદિર અતિપૌરાણિક છે. વર્ષોથી હું અહીં પૂજારી તરીકે માંથી સેવા પૂજા કરૂ છું. છેલ્લા 10 વર્ષથી અહીં મંદિરની જ દિવાલમાં કચરા પેટી મુકાય છે. જેનાથી મંદિરની  જળવાતી નથી આ અગાઉ અમો એ પૂર્વ ડે. મેયર ભરત મહેતા સહિતની કલેકટર, સુધી અનેક રજૂઆતો કરી છે. તેમ છતાં સત્તાધીશો અહીં સ્વચ્છતા જાળવવા મચક આપતા નથી. કચરા પેટીના કારણે આખો દિવસ ઢોર પણ અહીં જ રહે છે. આથી અનેક અકસ્માત સર્જાય છે. આ વિસ્તારમાં સત્તાધારીઓ દ્વારા રોડ, રસ્તાના  કાર્યો કરાવે છે. મોટા મોટા ટેન્ડર પાસ કરે છે. પરંતુ અહીંથી કચરાપેટીના નિકાલ અર્થે કંઇ રસ દાખવતા નથી અહીંથી તાત્કાલિક ધોરણે કચરા પેટી હટાવાય તો દર્શનાર્થીની તકલીફમાં ઘટાડો થાય.

ગંદકીના પ્રશ્ર્ને લોક જવાબદારીનો પણ અભાવ : મિતેશ પાઠક

Lack of public responsibility for dirty talk: Mitesh Pathak
Lack of public responsibility for dirty talk: Mitesh Pathak

અહીં મૂકવામાં આવેલ કચરા પેટીના કારણે ઘરોમાં શાંતિથી બેસી શકાય નહીં  દૂર્ગંધ આવે છે. ગંદકીના કારણે ત્રાસી જવાય છે. ઢોરના કારણે અકસ્માત પણ સર્જાય છે. લગ્ન પ્રસંગે આજુ બાજુના વાડીવાળા અહીં એઠવાડ ઠાલવે છે, જેથી વધુ ગંદકી ફેલાય છે. લોકોએ પોતાની જવાબદારી સમજી અહીં કચરો ન નાખવો અને ગંદકી ન કરવી જોઇએ, અહીંથી તાકિદે કચરા પેટી દૂર થાય એવું અમો  રહ્યાં છીએ.

ધાર્મિક દેવસ્થાનોની વચ્ચેથી સત્તાધીશો ગંદકી દૂર કરે તો આ વિસ્તાર દીપી ઉઠે : પ્રકાશ વાજા

If the authorities remove dirt from among the religious shrines, then this area will be raised by DP: Prakash Vaja
If the authorities remove dirt from among the religious shrines, then this area will be raised by DP: Prakash Vaja

ગંદકીનો પ્રશ્ર્ન અત્યંત અહીં જૂનો છે. આસપાસના લોકોમાં જવાબદારી હોવી જોઇએ, અમોએ અનેક વખત આ કચરા પેટી ઉપાડવા રજૂઆત કરી છે. પણ કોઇ ઉપાડતું નથી. નિયમિત અહીં ગટરો પણ છલકાય છે. એક  ધાર્મિક દેવ સ્થાનો અહીં આવેલા છે. તેવામાં કચરા પેટીની ગંદકી અને ગટરોના ગંદાપાણી ઉભરાય આ વિસ્તારની દેવસ્થાનોને પણ અપવિત્ર બનાવે છે ઉપરાંત ગંદકીના ત્રાસથી, રખડતા ઢોરથી અકસ્માત સર્જાય છે. લોકોને પડતી હાલાકીને સત્તાધીશો સમજે માત્ર મલાઇદાર કામ જ કરે છે. ગંદકીના પ્રશ્ર્નનું તો નિરાકરણ લાવે? દર્શનાર્થીની ધાર્મિક લાગણી અને  ગંદકીની સમસ્યાને સમજી સત્તાધીશો કચરા પેટી દૂર કરે તો આ વિસ્તારમાં દીપી ઉઠે તેવો છે.

મંદિરની બહાર કચરા પેટીના કારણે ધાર્મિક લાગણીનું ખંડન : જેન્તીભાઇ મોઢા, દર્શનાર્થી

Denial of religious sentiment due to garbage outside the temple: Jantibhai Motha, Darshnarthi
Denial of religious sentiment due to garbage outside the temple: Jantibhai Motha, Darshnarthi

હું અહીં આસપાસના વિસ્તારમાં જ વર્ષો પૂર્વે વસવાટ કરતો હતો પહેલા આ કચરા પેટી ન હતી ત્યારે આ વિસ્તાર અને મંદિરો દીપી  હતાં. આજે છેલ્લા લાંબા સમયથી બહુચર માતા મંદિરની જ દિવાલમાં કચરા પેટી મૂકવાના કારણે આજે મંદિરે દર્શનાર્થે આવવું કપરૂ બને છે. ગંદકીના દ્વારમાં પ્રવેશી અપવિત્રતા અનુભવાય છે. અહીં વર્ષોથી હું નિયમિત તમામ મંદિરોમાં દર્શનાર્થે આવું છું. મંદિરની બહાર મૂકાયેલ કચરા પેટી દૂર થવી જોઇએ, જેથી આ વિસ્તાર પહેલાની માફક  સુઘડ થાય અને માતાજીની લાગણી ન દુ:ભાય.

સત્તાધીશોને મલાઇદાર કામમાં જ રસ ગંદકી દૂર કરવામાં નિષ્ફળ : કિરીટ ગજેરા

The authorities failed to remove the dirt from the creamy work itself: Kirit Ghajera
The authorities failed to remove the dirt from the creamy work itself: Kirit Ghajera

અહીં છેલ્લા લાંબા સમયથી મૂકવામાં આવેલ કચરા પેટીના કારણે અત્યંત દુર્ગંધ આવે છે. આ અગાઉ કચરા પેટી દૂર કરવા અનેક રજૂઆતો કરી છે. પણ સત્તાધીશો થઇ જશે. એવો ઉડાઉ જવાબ  છે. અહીં આસપાસમાં અનેક દેવી દેવતાના મંદિરો છે. લોકો દર્શન કરવા આવતાં હોય છે. ગલીમાં પ્રવેશની સાથે જ દુર્ગંધના કારણે દર્શનાર્થી અપવિત્ર થાય અને ગાયના મળમૂત્ર કે રોડ પરની ગંદકીના કારણે મંદિરો પણ અપવિત્ર થાય છે. ઉપરાંત સત્તાધીશોને મોટા મોટા ટેન્ડર પાસ કરી મલાઇદાર માલ ખાવામાં રસ છે. પણ  કચરા પેટી દૂર કરવામાં રસ નથી. તેવું લાગે છે અનેક વખત રજૂઆત કરી છે. તેમ છતાં કચરા પેટી દૂર નથી થતી અહીંથી આ કચરા પેટી દૂર કરી તત્કાલિક ધોરણે વિસ્તાર સ્વચ્છ થાય તેવી અમારી માંગણી છે.

Related posts

સિક્કામાં બેંગ્લુરૂથી સોપારીનો જથ્થો ઠલવાયો

Nawanagar Time

ટ્રમ્પના બંદોબસ્તમાં ડીવાયએસપી પુત્ર સાથે જતાં બબાલ

Nawanagar Time

શહેરમાં ગેરકાયદેસર વૃક્ષ છેદન મામલે કમિશ્નરને કરાતી ફરિયાદ

Nawanagar Time

Leave a Comment