Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

અમિત શાહ સામે શંકરસિંહ ખાંડા ખખડાવશે

shankarsinh-khanda-will-knock-against-amit-shah

ગાંધીનગર લોકસભા બેઠકને લઈ નવા સમીકરણો રચાયા

ગાંધીનગર:-લોકસભાની ચૂંટણીને  ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ છે. દરરોજ રાજનીતિના અલગ અલગ સમીકરણો બની રહ્યા છે. ત્યારે આજે વધુ એક આશ્ચર્યજનક સમાચાર મળી રહ્યા છે. ભાજપે ગુજરાતમાં પહેલી યાદીમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહના નામની જાહેરાત કરી હતી, ત્યારે અમિત શાહ સામે બાપુએ જંગ છેડી દીધો છે. હાલ અહેવાલ મળી રહ્યા છે કે,  ગાંધીનગર બેઠક પર પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા અમિત શાહ સામે ચૂંટણી લડાવી શકે છે.

ટોંચના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એનસીપીએ દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરી છે કે શંકરસિંહ વાઘેલા લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારે. આશંકા તો એવી પણ છે કે કોંગ્રેસનાં નેતા ડો. સી.જે. ચાવડા અમિત શાહ વિરુદ્ધ ગાંધીનગર મતવિસ્તારમાં  લડી શકે છે. ક્ષત્રિય મતદારોનું પ્રભુત્ત્વ ધરાવતી ગાંધીનગર સીટ પરથી શંકરસિંહ મેદાનમાં આવવાની શક્યતાને લઈ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો બીજી બાજુ એવું પણ કહી શકાય છે કે, શંકરસિંહ ગાંધીનગર સિવાય સાબરકાંઠા બેઠક ઉપરથી પણ ચૂંટણી લડી શકે છે. શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવતા હોવાની વાતથી રાજકારણમાં નવા સમીકરણ  બંધાઇ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, શંકરસિંહે પોતાની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘથી શરૂ કરી હતી. હવે તેઓ શરદ પવારની એનસીપીમાં જોડાયા છે.

Related posts

દિલ્હીનું ભૂત દ્વારકા જિલ્લામાં પણ ધૂણ્યું

Nawanagar Time

‘સવર્ણ’ શબ્દ લખવા અને બોલવા પર પ્રતિબંધ

Nawanagar Time

ફ્રી શિક્ષણના ઓનલાઈન ફોર્મ ભરી આપશે એચ.જે. લાલ ટ્રસ્ટ

Nawanagar Time

Leave a Comment