Nawanagar Time
ગુજરાત

ઓછા ખર્ચે વધુ પાક મેળવવા શેઠ વડાળામાં ખેડૂતો માટે શિબિર યોજાઈ

shibir-took-place-for-farmers-in-sheth-dhamat-to-get-more-crop-at-low-cost

જામજોધપુર:-પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને સીએલપી કંપનીના સંયુકત ઉપક્રમે કાલાવડ અને જામજોધપુર તાલુકાના 11 ગામોમાં આરોહણ પ્રોજેકટ કાર્યરત છે. જેમાં આજીવિકા થીમ આધારીત જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામના પ્રગતીશીલ ખેડૂત અશ્ર્વિનભાઇ લાલકિયાના ફાર્મે સંસ્થાના પ્રોજેકટ ઓફિસર પ્રેમજી વાલસૂરા અને પ્રોજેકટ એસોસિએટ મહેશ તાવિયાના પ્રયત્નોથી ખેડૂત મિટીંગ યોજાઇ. આ મિટીંગનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો નવા પાકો અને બાગાયતી ખેતી તરફ વળે અને ખેતીમાં ઓછામાં ઓછા ખર્ચથી વધુ વળતર કઇ રીતે મેળવી શકાય તે હતો. આ ખેડૂત મિટીંગ દરમિયાન કાલાવડ અને જામજોધપુર તાલુકાના ગામોમાંથી 42 ઉત્સાહી ખેડૂતોએ ભાગ લીધો.

આ મિટીંગમાં હાજર રહેલ પ્રગતિશીલ ખેડૂત વિઠ્ઠલભાઇ સંઘાણીએ ખેડૂતોને ગાય આધારિત ખેતી વિષે અને જમીન સુધારણા વિષે વિસ્તૃત સમજ આપીને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા. મિટીંગમાં હાજર રહેલ પી.બી. ઝાલા પોતાના ફાર્મ પર કરેલ વિવિધ ખેતી વિષયક અને બાગાયતી પાકો વિષે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.

Related posts

શું તમારું શહેર 1 થી 100 નંબર પર આવે છે તો સરકાર તરફથી મળશે વિશેષ ગ્રાન્ટ…..

Nawanagar Time

જામનગરમાં તા.19મીએ ભાજપનું વિજય ટંકાર યુવા સંમેલન યોજાશે

Nawanagar Time

મોબાઈલ ટાવર ઉપર તવાઈ ઊતારતી મહાપાલિકા: જોડાણ કટ્ટ

Nawanagar Time

Leave a Comment