Nawanagar Time
ધાર્મિક

શિવને કરવી જ જોઈએ આ આરતી, નહીતર તેના વિના પૂજા અધૂરી ગણાય…

shiva-must-make-this-aarti-otherwise-without-worship-it-is-considered-incomplete

દેવાધિદેવ મહાદેવની જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે તમામ પૂજાને અંતે જ્યારે આરતી કરવામાં આવે ત્યારેકપૂર આરતી અવશ્ય કરવામાં આવે છે. જો તમે મહાશિવરાત્રિની રાતે ચારેય પ્રહરની પૂજા કરો તો દરેક પ્રહરની પૂજાના અંતે આરતી કરવી જોઈએ અને કપૂર આરતી કરવી જોઈએ. કપૂર એ નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મકતા ફેલાવે છે. તેનાથી વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતા આવે છે. જાણો કેવી રીતે કરવી કપૂર આરતી, તેનાથી કેવા મળે લાભ…

કપૂર આરતી શ્લોકઃ

કપૂર ગૌરં કરુણાવતારં સંસારસારં ભૂજગેન્દ્ર હારં |

સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવામિ સહિતં નમામિ ||

આ મંત્ર બોલીને શિવજીને કપૂર આરતી કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ત્યાં સુધી પૂજા પૂર્ણ ગણાતી નથી.

કપૂર આરતી કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે. પૂજા-પાઠ ઉપરાંત તાંત્રિક ક્રિયાઓમાં પણ કપૂરનો ઉપયોગ થાય છે. જો કપૂરના કેટલાક પ્રયોગો આ દિવસે કરવામાં આવે તો સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તો જાણી લો કેવી રીતે કરવા આ ઉપાયો.

  • સૌભાગ્ય વૃદ્ધિ માટે 12 સાબુદાણાને કપૂરથી સળગાવી દેવા.
  • શનિ કૃપા મેળવવા માટે શનિ યંત્રનું નિર્માણ કરી કપૂર બાળી તેને ધારણ કરવું.
  • ઘરમાં યંત્રની સ્થાપના કરી અને તેની પૂજા કરી કપૂરથી દીવો કરવો. આ ઉપાયથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે.
  • ઘરમાં પૈસાની બચત થતી ન હોય તો સૂર્યાસ્તના સમયે ઘરમાં કપૂર અવશ્ય સળગાવવું. ઘરના દરેક રૂમમાં તે દીવો ફેરવવો અને પછી તેને મંદિરમાં રાખી દેવો.
  • સંધ્યા સમયે ઘરના બેડરૂમમાં કપૂર પ્રગટાવવાથી રોગ-શોક દૂર થાય છે.
  • ગંગાજળમાં કપૂર ઉમેરી અને ઘરના મુખ્ય દરવાજા પર છાંટો, તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશતી નથી.

Related posts

રાવણ દહનમાં મોદી-મનમોહન અને બાપુની ઉપસ્થિતિ!

Nawanagar Time

રામકથા 3જો દિવસઃ ક્ષમા એ તપ છે, પ્રભુએ અનેક વખત અનેક પ્રસંગોમાં ક્ષમા આપી છે

Nawanagar Time

ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના લોકોને વતનમાં ગણેશ ચતુર્થી મનાવવા જવા ખાસ ટ્રેનની સુવિધા કરાશે

Nawanagar Time

Leave a Comment