Nawanagar Time
ધાર્મિક

શિવરાત્રિએ શિવજીને 1001 આખા ચોખા ચડાવવાથી થાય છે ભાગ્યની ઉન્નતિ

shivaritri-is-done-by-shiva-to-raise-1001-whole-rice

ચોખા એ દિવ્ય ધાન છે. 1001 આખા ચોખા શોધીને અલગ કાઢીને તારવી લો. પછી તેને મહાશિવરાત્રિની રાતે નિશિથકાલમાં મહાદેવને ૐ નમઃ શિવાય મંત્ર જાપ કરતાં શિવજીને ચઢાવો. આમ કરવાથી ભાગ્યની ઉન્નતિ થાય છે. શિવજીની પૂજા દરમિયાન જ્યારે ષોડશોપચાર પૂજા કરવામાં આવે ત્યારે કેટલીક વાર કોઈ વસ્તુ ન હોય તો તેને મનમાં ધારીને તેને બદલે ચોખા ચડાવાય છે. જ્યારે કોઈ પૂજા વિધિ સમાપ્ત થઈ જાય તો પંડિતજી દ્વારા યજમાન પર ચોખાથી વધાવો આપવામાં આવે છે. ઘરમાં ચારેય દિશામાં ચોખાનો વધાવો આપવામાં આવે છે. આમ ચોખા એ અતિ પવિત્ર ગણાય છે.

 શા માટે શિવજીને ચઢાવવા જોઈએ ચોખા
  • ભગવાનને ચોખા ચડાવવાના હોય ત્યારે ધ્યાન રાખવું કે ચોખાનો એક પણ દાણો તુટેલો ન હોય. કારણ કે ચોખા પૂર્ણતાનો સંકેત છે. ભગવાનને રોજ 5 અખંડ ચોખાના દાણા ચડાવવાથી પણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
  • શિવલિંગ પર ચોખા ચડાવવાથી શિવજી તુરંત પ્રસન્ન થાય છે. આ પૂજાથી ભગવાન શંકર ધન, માન-સન્માન પ્રદાન કરે છે.
  • ઘરમાં સ્થાપિત માતા અન્નપૂર્ણાની છબિને ચોખા ચડાવવાથી ધન-ધાન્યની ખામી રહેતી નથી.
  • ભગવાનને પૂજામાં જ્યારે ચોખા ચડાવો ત્યારે નીચે આપેલા મંત્ર બોલવો.

अक्षताश्च सुरश्रेष्ठ कुंकमाक्ता: सुशोभिता:

मया निवेदिता भक्त्या: गृहाण परमेश्वर

પછી જેટલા દાણા ચોખાના ચડ઼ાવો તેટલીવાર ૐ નમઃ શિવાયનો જપ કરતાં ચઢાવવા.

Related posts

આ મંત્રથી થશે ધનનો વરસાદ, ક્યારેય નહીં ખૂટે પૈસા

Nawanagar Time

ધર્મ અને ભક્તિના માર્ગે ચાલનાર લોકોની પ્રગતિ નિશ્ચિત જ હોય છે…

Nawanagar Time

ખંભાળિયામાં ગૌમાતા માટેની લડતને મુસ્લિમ સમાજનો ટેકો

Nawanagar Time

Leave a Comment