Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ‘શોર્ટગન’ ફુટશે, શત્રુઘ્ન-યશવંતસિંહાની સભા

shotgunj-shatrughan-yashwant-singhs-meeting-will-be-held-in-jamnagar

અખીલ ભારતીય પંચાયત પરીષદ દ્વારા ઠેબા ખાતે આગામી 8 ફેબ્રુઆરીના રોજ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા ખેડૂત અધિકાર સંમેલન લોકસભા ચૂંટણીના સમીકરણો બદલશે

જામનગર:-જામનગરના ઠેબા બાયપાસ ચોકડી ખાતે આગામી તા.8 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ખેડુત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલની સાથે મંચ પરથી ભાજપના નેતા શત્રુઘ્નસિંહા તેમજ પૂર્વ નાણામંત્રી યશવંતસિંહા પણ ખેડુતોના પ્રશ્ર્ને અવાજ ઉઠાવશે.

આગામી તા.8 ફેબ્રુઆરીના રોજ ઠેબા બાયપાસ ચોકડી ખાતે અખીલ ભારતીય પંચાયત પરીષદ-ન્યુ દિલ્હી તથા કિશાન ક્રાંતિ સેના અને રાષ્ટ્રવાદી કિશાનમંચ દ્વારા વિશાળ ખેડુત અધિકાર સંમેલન યોજાવા જઇ રહ્યું છે. જેમાં 1 લાખથી વધુ ખેડુતો ઉમટી પડશે જેમાં આ જંગી જાહેર સભાને પાટીદાર નેતા હાર્દિક પટેલની સાથે શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહા પણ ગજવશે. સરકાર પર ખેડુતોના પ્રશ્ર્નો ઉકેલવા માટે આ વિશાળ ખેડુત અધિકાર સંમેલન થકી દબાણ લાવવામાં આવશે.

અખીલ ભારતીય પંચાયત પરીષદના જયંતીભાઇ સભાયાના નેજા હેઠળ આ ખેડુત અધિકાર સંમેલન યોજાવા જઇ રહ્યું છે જેના માટે સ્વયંમ સેવકો ગામે ગામ ખેડુતોનો સંપર્ક કરી રહ્યા છે તાજેતરમાં જ ગોલણીયા, લલોઇ, બાંગા, બેરાજા, નાની ભગેડી, મોટીભગેડી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો સાથે બેઠક થઇ હતી અને તેમના પ્રશ્ર્નો જાણીને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ અધિકાર સંમેલનમાં થવા જઇ રહ્યો છે.

ખેડુત અધિકાર સંમેલનમાં શોર્ટગન તરીકે ઓળખાતા શત્રુઘ્નસિંહાના શબ્દોનો પ્રહાર સરકાર પર થાય તેવી શકયતા છે. આ ઉપરાંત પુર્વ નાણામંત્રી યશવંતસિંહા પણ ખેડુત અધિકારી સંમેલનમાં ખેડુતોના પ્રશ્ર્ને આકરા પ્રહારો કરશે. હાર્દિક પટેલ ખેડુતોની સમસ્યાઓ ઉકેલવા સરકારની નિષ્ફળતાઓ લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરશે.  આ સંમેલનમાં ખેડુતોનો દેવું માફ કરવું, પરવાનગી વિના પાક વિમા લેવા નહીં, મહતમ ભાવે પાકની ખરીદી, ખેતીને નુકશાન કરતાં પ્રાણીઓની યોગ્ય વ્યવસ્થા કરવી, કૃષી લોનમાં વધારો કરવો, ટયુબ વેલ માટે ખેડુતોને દિવસે લાઇટ આપવી, ફેન્સીંગ માટે સબસીડી તથા રાસાયણીક ખાતર અને દવાઓની સબસીડી આપવા સહીતના ખેડુતોના પ્રશ્ર્નોને આવરી લેવામાં આવશે. તેવું નવાનગર ટાઇમને જયંતીભાઇ સભાયા દ્વારા જણાવાયું હતું.

Related posts

બિહાર તેમજ અન્ય રાજ્યોની પેટા ચૂંટણીમાં ઝંઝાવાતી મોદી લહેર

Nawanagar Time

સચાણા શીપ બ્રેકીંગ યાર્ડની મંજુરી બદલ સરકારનો આભાર માનતા સાંસદ

Nawanagar Time

જામનગરના લાલવાડી વિસ્તારમાં જાહેરમાં ધમધમતી ઘોડીપાસાની કલબ ઝડપાઈ

Nawanagar Time

Leave a Comment