Nawanagar Time
ગુજરાત જામનગર

શ્રીમદ્દ રાજચંદ્ર ટ્રસ્ટની કિંમતી જગ્યા હડપ કરવાનો કારસો નિષ્ફળ

shraddha-rajchandra-trusts-scarcity-of-precious-assets-to-be-failed

જામનગરના અપરિણિત શ્રેષ્ઠીએ મિલકત દાનમાં આપ્યા બાદ મહિલાએ ગુજરનાર પોતાના પિતા થતાં હોવાનો દાવો કરી કાનૂની જંગ માંડતા અદાલતનો ઐતિહાસિક ચુકાદો

જામનગર:-જામનગર શહેરના 15 દિગ્વિજય પ્લોટમાં શ્રીમદ્દ રાજચંદ્રના અનુયાયી શ્રેષ્ઠીએ પોતાની મિલ્કત ટ્રસ્ટને દાનમાં આપી હોવા છતાં  મહિલાએ આ મિલ્કત પોતાના પિતાની માલિકીની હોવાનો દાવો માંડતા આ કાનુની જંગમાં દાન આપનાર શ્રેષ્ઠી પરિણિત હોવાનું અદાલતે ગ્રાહ્ય રાખી શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટને આ મિલ્કતના માલિક ઠેરવતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

આ કેસની વિગત જોઇએ તો શહેર જામનગરમાં 15 દિ. પ્લોટમાં ધીરજલાલ ચત્રભુજ મહેતાની માલિકીની આવેલ કિંમતી જગ્યા તેઓ  રાજચંદ્રના અનુયાયી હોય, તેઓએ તેમની હૈયાતિમાં શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ ઉભું કરેલ અને તે જગ્યામાં તેમના ગુરૂ શ્રીમદ્દ રાજચંદ્રની સ્મૃતિમાં ભકિતભાવનું આયોજન કરતાં આવેલ. ત્યારબાદ તેઓએ તેમની ઉપરોકત કિંમતી જગ્યા તા.15-5-1992ના વીલથી શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટને અર્પણ કરી આપેલ અને ત્યારબાદ 2001માં ધીરજલાલ અપરણીત અવસાન પામેલા, ધીરજલાલના  બાદ સરોજબેન ધીરજલાલ નામની એક યુવતીએ ઉપરોકત ટ્રસ્ટ તથા તેના ટ્રસ્ટીઓ સામે દાવો કરી કોર્ટમાં અરજ કરેલ કે ધીરજલાલ ચત્ર ભુજ મારા માતા નિર્મળાબેનના પતિ થયા હતાં તેથી તે મારા પિતા થાય છે. મારા માતા નિર્મળાબેન સાથે તેમના લગ્ન થયેલા અને તે લગ્ન સંબંધથી મારો પુત્રી તરીકે જન્મ થયેલ  હું ગુજરનાર ધીરજલાલ મહેતાની કાયદેસરની સીધી લીટીની વારસદાર પુત્રી છું.

પિતા ધીરજલાલ અને માતા નિર્મળાબેનની હૈયાતિમાં જૈન જ્ઞાતિના બાબુલાલ મુલકચંદ મહેતા સાથે મારા લગ્ન થયેલા છે દરેક સરકારી ખાતામાં મારા પિતા તરીકે ધીરજલાલનું નામ જોડાયેલ છે. મારા માતા પત્નિ તરીકે ગુજરનાર ધીરજલાલની મિલ્કતના સીધીલીટીના વારસ હોય અને મારા માતા  પામેલા હોય, તેથી વારસ પુત્રી તરીકે મિલ્કત મારા નામની થતી હોય, આ દાવો કરેલ એ રીતે ગુજરનાર ધીરજલાલ અપરણિત ન હતાં તેઓએ આવું કોઇ વીલ ટ્રસ્ટના નામે કરેલ નથી અને વીલ કર્યુ હોય તો પણ તે શંકાસ્પદ હોય, રદ થવાને પાત્ર છે અને ગુજરનાર ધીરજલાલની એક વારસ પુત્રી તરીકે  શેરી નં.15માં આવેલ મિલ્કત મારી માલીકી હકકની ઠરાવવા અને ટ્રસ્ટને કે ટ્રસ્ટીઓને તે મિલ્કતમાં કોઇ હકક કરે અધિકાર નથી તેવો હુકમ કરી આપવા દાવામાં માંગણી કરેલ પરંતુ ટ્રસ્ટે તેના બચાવમાં સ્પષ્ટ જણાવેલ કે, ગુજરનાર ધીરજલાલ ચત્રભુજ અપરણિત હતાં. તેઓએ તેમની હૈયાતિમાં ઉપરોકત મિલ્કત ટ્રસ્ટને વીલથી આપી દીધેલ છે વાદી  વાદીના માતા ગુજરનારના વારસ નથી, વાદીની માતા નિર્મળાબેન ગુજ. ધીરજલાલ સાથે લગ્ન સંબંધથી જોડાયેલા જ ન હતાં અને તે અંગે લેખીત અને મૌખિક પુરાવો ટ્રસ્ટે રજુ કરતાં, ટ્રસ્ટનો બચાવ માન્ય રાખી નામદાર કોર્ટે ઠરાવેલ છે કે, નિર્મળાબેન ગુજ. ધીરજલાલના પત્નિ ન હતાં તથા હાલના વાદી સરોજબેન ગુજરનારના પુત્રી ન

ગુજરનાર ધીરજલાલે કાયદેસરના વીલથી ઉપરોકત મિલ્કત શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટને માલિકી હકકથી અર્પણ કરેલ હોય તે મિલ્કત ટ્રસ્ટની માલિકીની હોવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ટ્રસ્ટ વતી વકીલ જે. જે. પરમાર તથા પિયુષ જે. પરમાર રોકાયેલા હતાં.

Related posts

સસ્તી લકઝુરિયસ કારના ફ્રોડસ્ટરો ભૂગર્ભમાં

Nawanagar Time

કચ્છના રણોત્સવમાં 35 ટકા પ્રવાસીઓ ઘટયા

Nawanagar Time

રણમલ તળાવમાં ફરીથી લીકેજ થતાં જળસપાટીમાં ઘટાડો

Nawanagar Time

Leave a Comment