Nawanagar Time
ગુજરાત જામનગર

ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવા ભવનનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ

shri-narendra-modi-inaugurated-the-new-building-of-the-hospital-guru-govindasingh

વડાપ્રધાન મોદીએ કેન્સરના દર્દીઓને ખબર અંતર પુછ્યા અને મેડિકલ કોલેજના છાત્રો સાથે સંવાદ સાધ્યો

જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવા મકાનનું અને એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજના પી.જી (અનુસ્નાતક) વિદ્યાર્થીઓની નવી હોસ્ટેલના નવા મકાનનું આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તકતી અનાવરણ  દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ 5ટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન તથા મહાનુભાવોએ હોસ્પિટલના નવા મકાનની અને પી.જી હોસ્ટેલના નવા બિલ્ડીંગની સુવિધા અંગેની ટેલીફિલ્મ નિહાળી હતી. આ ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલનું વિસ્તરણ ગ્રાઉન્ડ ફ્લોર સહિત 9 માળની 700 બેડની સુવિધા ધરાવતી નવી ઈમારતનું બાંધકામ કરવામાં આવ્યું છે.  આ બિલ્ડિંગનું ક્ષેત્રફળ 28,972 ચો.મી. છે. જેમાં કુલ વોર્ડ 22, રૂ. 7179.72 લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેમાં મેડિસિન, સાઈકિયાટ્રિક, પિડિયાટ્રિક તથા રેડીયોથેરાપી સહિતના વિભાગોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે મેડિકલ કોલેજની પી.જી હોસ્ટેલનું નવુ બિલ્ડીંગના 11 માળનું બાંધવામાં આવ્યું છે.  જેમાં તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ છે. આ બિલ્ડીંગના બાંધકામનું ક્ષેત્રફળ 14,899 ચો.મી. છે જે રૂ. 2419.58 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સૌરાષ્ટ્રની મોટી ગણાતી હોસ્પિટલમાં હાલ 1339 બેડની સુવીધા  ઉપલબ્ધ છે. દરરોજ સરેરાશ અંદાજીત 3500 જેટલા ઓ.પી.ડી. કેસ અને 300 જેટલા ઇન્ડોર કેસ અને 250 થી 300 જેટલા ઓપરેશન કરવામાં આવે છે. જનઆરોગ્ય અંગે હંમેશા ચિંતિત રહેતા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હોસ્પિટલ અને હોસ્ટેલના નવા ભવનોનું લોકાર્પણ કર્યા બાદ આ હોસ્પિટલમાં કેન્સરના રોગની સારવાર લેતા દર્દીઓના વોર્ડમાં ગયા હતા.

Related posts

બદલી કૌભાંડઃ શિક્ષકોએ વેચાતી ડિગ્રી લઈને બદલી કરાવ્યાનો ઘટસ્ફોટ,

Nawanagar Time

જામનગરમાં પોલીસે કોરોના અંગે બેદરકાર શખ્સો સામે દંડો ઉગામ્યો

Nawanagar Time

ધ્રોલના લતીપુરમાં બારેમેઘ ખાંગા, સમગ્ર ગામ સંપર્ક વિહોણું

Nawanagar Time

Leave a Comment