Nawanagar Time
ટેક્નોલૉજી

બજેટ અને મિડરેન્જ કેટેગરીમાં શાઓમી લોન્ચ કરશે રેડમી ગો, કિંમત રૂ.5000

shyamy-will-launch-the-budget-and-mid-range-category-redmi-go-cost-rs-5000shyamy-will-launch-the-budget-and-mid-range-category-redmi-go-cost-rs-5000

શાઓમી રેડમી ગો સ્માર્ટફોનને 19 માર્ચે એટલે કે કાલે લોન્ચ થવાની શક્યતા

ભારતમાં આ ફોનને રૂપિયા 5000 કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે ,આ ફોનમાં 5 ઇંચની HD ડિસ્પ્લે, 1 જીબી રેમ, 8/16 જીબી સ્ટોરેજ મળશે

શાઓમીએ પોતાના પહેલા એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોન Redmi Goને જાન્યુઆરી 2019માં લોન્ચ કર્યો હતો. હવે શાઓમી પોતાના આ સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, શાઓમી રેડમી ગો સ્માર્ટફોનને 19 માર્ચે એટલે કે કાલે લોન્ચ કરી શકે છે.

Redmi Go કિંમત

  1. રેડમી ગોનું ફિલિપિન્સમાં 5400 રૂપિયામાં પ્રી-બુકિંગ શરૂ કર્યું છે. ભારતમાં આ ફોનને રૂપિયા 5000ની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. હાલમાં શાઓમીનો સૌથી સસ્તો સ્માર્ટફોન Redmi 6A છે, જેની કિંમત 5999 રૂપિયા છે.

Redmi Goના સંભવિત ફીચર્સ

  1. શાઓમીના રેડમી ગો સ્માર્ટફોન સસ્તો તો છે તેની સાથે તેમાં આકર્ષક ફિચર્સ પણ જોવા મળશે. તેમાં 5 ઇંચની HD ડિસ્પ્લે, 1 જીબી રેમ, 8/16 જીબી સ્ટોરેજ (128 જીબી સુધી એક્સપાન્ડેબલ), ક્વૉલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર, એડ્રીનો 308 જીપીયુ, 8 મેગાપિક્સલનો રિઅર કેમેરા, 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 3000 mAhની બેટરી, 4G LTE સપોર્ટ, એન્ડ્રોઇડ ઓરિયો (ગો વર્ઝન) સપોર્ટ જેવા ફીચર્સથી સજ્જ છે શાઓમીનો અપકમિંગ રેડમી ગો.

Related posts

દુનિયાભરમાં જીમેઈલ યૂઝર્સ પરેશાન, મેઈલ મોકલવા અને મળવામાં થાય છે વિલંબ

Nawanagar Time

અજાણ્યા શખસે ફોન-પે એપથી ત્રીસ હજારની ફ્રોડ અંગે પોલીસ ફરિયાદ

Nawanagar Time

ઓનલાઈન ખરીદ-વેંચાણ ઉપર પણ લૂંટારાઓ મીટ માંડીને બેઠાં છે

Nawanagar Time

Leave a Comment