Nawanagar Time
ગુજરાત જામનગર

ભાટીયામાં સ્ટેશન રોડ પર પંચાયત દ્રારા સાઈડ પેનલો બનાવાઇ

side-panels-are-created-by-the-panchayat-on-the-station-road-in-bhatia

ટ્રાફીક અને વ્યાપારીઓના પ્રશ્ર્ને પંચાયત દ્રારા 10 લાખના ખર્ચે કામ કરવામાં આવ્યું

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમા આવેલ સ્ટેશન રોડ ખાતે પંચાયત દ્રારા સાઈડ પેનલની કામગીરી કરવામા આવી તથા રસ્તાને ચાર ચાર ફુટ સુધી પેવર બ્લોક થી સજાવવામા આવ્યો હતો. ભાટીયા ગામમા હાલ વસ્તી મા ખુબ જ વધારો થઈ ગયેલ છે તેમજ આ ગામમા તાલુકાના પપથી વધારે ગામનો વ્યાપાર હોય તેથી એક  કેન્દ્ર હોવાની દ્રષ્ટીએ આ ગામના મહત્વના રોડ રસ્તાઓ પર આવર જવર વધી જતી હોય છે અને ટ્રાફીક થવી કે આસ પાસમા ધુળ ઉડવા જેવી અનેક ફરીયાદો પંચાયતને કરવામા આવી હતી.

ભાટીયા ગ્રામપંચાયત તરફથી આ કામો માટે માગં કરતા 1પ મા નાણા પંચની વષ્ર્ા ર017/18 ની ગ્રાન્ટ ફાળવવામા આવી .તેમા  આવેલ સ્ટેશન રોડ પર પ00 મીટરનો 1600 ફુટનો અને 1.10 ની પહોળાઈ નો એટલે કે ચાર ફુટ પહોળાઈનો એક કટકો રૂ પ લાખનો એમ રોડની બનેં સાઈડોમા કુલ બે ટ્રેક બનાવવામા આવ્યા છે.જેના કામો હાલ પુર્ણ થવાના આરે છે.આ રોડના પાયામા કોક્રીટ કરી તેના પર બ્લોક પાથરવામા આવ્યા હોય  કામ મજબુતાઈ થી ટકી રહેશે એવુ પંચાયત નુ માનવુ છે.

અને વધુમા પંચાયતે જણાવ્યુ હતુ કે આ બ્લોકથી રોડનુ શુસોભન પણ થાય છે અને ટ્રાફીક સમસ્યા પણ થોડી હળવી થશે ઉપરાતંમા જે રસ્તા પરના દુકાનદારોને ધુળ ઉડી રહી છે તેમા પણ મહદ અંશે રાહત મળશે.

ભાટીયા ગ્રામ પંચાયતે આ  અનેક રોડ રસ્તાના કામો ને ટુકં સમયમા અંજામ આપ્યો છે.

Related posts

જામનગરનો કુખ્યાત શખ્સ પિસ્ટલ સાથે ઝડપાયો

Nawanagar Time

ભાણવડ નગરપાલિકા દ્વારા પાણીનો વેડફાટ

Nawanagar Time

એસએસસીની પરીક્ષામાં આંતરિક ગુણની લ્હાણી કરનાર શાળાઓમાં તપાસનો આદેશ

Nawanagar Time

Leave a Comment