Nawanagar Time
ગુજરાત જામનગર

ધારાસભ્ય હકુભાને મંત્રીપદ મળે તેવા સંકેતો

signals-that-the-mla-hakubha-gets-the-minister

લોકસભા ચૂંટણી પૂર્વે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી

જામનગર:-આગામી લોકસભા ચૂંટણી પૂર્વે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવાના સ્પષ્ટ સંકેતો વચ્ચે જામનગરના લોકપ્રિય ધારાસભ્ય હકુભા  મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા સ્પષ્ટ સંકેતો સાંપડી રહયાં છે.

ટોચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આગામી લોકસભા ચૂંટણી પૂર્વે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ કરી નવા ચાર ચહેરાને સમાવવા ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા તમામ 26 બેઠકો કબ્જે કરવા એડીચોટીની  લગાવવાની સાથે તમામ જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન આપવા રણનીતિ ઘડી કાઢી બોર્ડ નિગમનું ગૂંચવાયેલું કોકડું પણ સુલઝાવવામાં કવાયત શરૂ કરી છે.

દરમિયાન તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં પણ મંત્રીમંડળ વિસ્તરણ અને બોર્ડ નિગમમાં પ્રતિનિધિની નિમણુંક અંગેનો મુસદ્દો ગંભીરપણે ધ્યાન ઉપર લેવામાં આવ્યો હતો.

બીજી તરફ જામનગરના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ  (હકુભા)ની પાર્ટી પ્રત્યેની કાર્યદક્ષતા અને સતત પ્રજા વચ્ચે રહી લોકકલ્યાણને લાગતા કર્યો કરવાની પ્રણાલી જોતા કેન્દ્ર અને રાજ્યની ટોચની નેતાગીરી દ્વારા મંત્રીમંડળના વિસ્તરણમાં લોકપ્રિય નેતા હકુભાને મંત્રીમંડળમાં સામવવામાં આવે તેવા સંકેતો આપ્યા હોવાનું અને ટુક સમયમાં જામનગરને રાજયમંત્રી મળે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

Related posts

જીએસટીમાં મુંઝવતા પ્રશ્ર્નોના નિરાકરણ માટે શનિવારે ચેમ્બર ઓફ કોમર્સનો સેમિનાર

Nawanagar Time

આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત બાળકોને બીજા રાઉન્ડમાં તક

Nawanagar Time

જામનગર શહેરમાં 11 અને ગ્રામ્યમાં માત્ર 10 કોરોના પૉઝિટીવ

Nawanagar Time

Leave a Comment